કુતિયાણા પંથક માં ૨૦૧૯ માં સગીરા પર દુષ્કર્મ મામલે જામજોધપુર ના શખ્સ ને પોરબંદર ની સ્પે પોક્સો કોર્ટે ૨૦ વર્ષ ની સખ્ત કેદ ની સજા ફટકારી છે
કુતિયાણા પંથક માં રહેતું દંપતી અને તેની સગીર પુત્રી તા ૨૯-૫-૨૦૧૯ ના રોજ સાંજે ઘરે હતા ત્યારે સગીર પુત્રી એ ભાગ લેવા બજાર માં જતી હોવાનું જણાવી ઘરે થી નીકળી ગઈ હતી અને રાત્રે નવ વાગ્યા સુધી ઘરે ન આવતા સગીરા ના પિતા એ આજુબાજુમાં તથા કુતીયાણા ગામમાં તેમજ સગાવહાલામાં તપાસ કરતા સગીરા મળી આવી ન હતી સગીરા ને જામજોધપુર ગામે રહેતો વિપુલ લખમણભાઈ ઝીઝુવાડીયા નામનો શખ્શ લલચાવી-ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું.
અને વિપુલે સગીરા ની ઈચ્છા વિરૂધ્ધ અલગ-અલગ જગ્યાએ અવાર-નવાર બળજબરી પુર્વક શરીરસંબંધ બાંધી દુષ્કર્મ આચરી ભોગ બનનારને ગર્ભ રાખી દીધો હતો જે અંગે સગીરા ના પિતા એ કુતિયાણા પોલીસ મથક માં વિપુલ સામે ફરિયાદ નોંધાવતા આરોપી વિરૂધ્ધ પુરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરવામા આવી હતી જે કેસ માં પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ જેઠવા તેમજ વિથ પ્રોસીકયુશન તરીકે એડવોકેટ કાલ્ગુની એસ.વૈદ્ય રોકાયા હતા જેમાં સરકારી વકીલ દવારા ૫૫ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ર૪ સાહેદો ને તપાસવામાં આવ્યા હતા તેમજ ધારદાર દલીલો કરવામાં આવી હતી બન્ને પક્ષો દવારા રજુ કરવામા આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણ દવારા વિપુલ ને ૨૦ વર્ષની સખત કેદની સજા અને જુદી જુદી કલમો હેઠળ કુલ રૂ.૧૪,૦૦૦ નો દંડ ફટકારતો હુકમ કરવામા આવ્યો છે.