માધવપુર નજીક ના પાતા ગામ નજીક બચ્ચા સાથે દીપડીના આટાફેરા વધ્યા છે જેથી વનવિભાગ તાત્કાલીક પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.
પોરબંદર થી માધવપુર સુધીની દરીયાઈપટ્ટી ઉપર દીપડા સહિતના પ્રાણીઓ અવારનવાર આટાફેરા કરી રહ્યા છે. ત્યારે માધવપુર નજીક ના પાતા ગામે એક દીપડી તેના બચ્ચાઓ સાથે આટાફેરા કરતા સ્થાનિકો માં ભય જોવા મળે છે. દીપડી ના સીસીટીવી ફુટેજ પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા છે, જેમાં દીપડી અને તેના બચ્ચા રોડક્રોસ કરી રહ્યા હોવાનું નજરે ચડે છે. હાલમાં ચણાનું વાવેતર થયું છે. જેથી ખેડૂતો વાડીએ જતા હોય છે. ત્યારે તેના ઉપર દીપડો હુમલો કરે અથવા કોઈ માલ ઢોર નું મારણ કરે તે પહેલા વનવિભાગ દીપડાના પરિવારને સુરક્ષિત સ્થળે સ્થળાંતર ની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ ઉઠી છે.