પોરબંદર જીલ્લા પંચાયત હોલ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો જેનો મોટી સંખ્યા માં બહેનો એ લાભ લીધો હતો.
પોરબંદર મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા પંચાયત હોલ ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ –૨૦૦૫ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાયદાકીય જાગૃતિ સેમિનારમાં એડવોકેટ જયેશભાઇ લોઢીયા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ – ૨૦૦૫ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ નીતાબેન વોરા દ્રારા મહિલા સશક્તિકરણ તથા ડો.સીમાબેન પોપટીયા દ્રારા મહિલા આરોગ્ય અને બેટી બચાવો બેટી પઢાવો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમમાં ૧૮૧- અભયમના મીરાબેન દ્રારા મહિલા હેલ્પલાઇન એપ્લિકેશન તથા સંકટ સખી એપ્લિકેશન ડાઉનલોડ કરવા બહેનોને અપીલ સાથે વિસ્તૃત જાણકારી આપી હતી. આ સેમિનારમાં જિલ્લા મહિલા બાળ અધિકારી ડો.જે.સી.ગોહિલ, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી બી.કે.ગઢવી, પ્રોગ્રામ ઓફિસર કાજલબેન જોશી, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલકો, નારી અદાલતના કર્મચારીઓ, મહિલા શક્તિ કેન્દ્ર સ્ટાફ તથા વિવિધ મહિલા કેન્દ્રના સંચાલક સહિત બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મહિલા શક્તિ કેન્દ્રના સ્ટાફ દ્રારા કરવામાં આવ્યું હતું.