Monday, May 13, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે શ્રીમદવલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવ અંતર્ગત યોજાયેલ અષ્ટસખા ચરિત્ર રસપાનમાં વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા

પોરબંદરમાં શ્રીમદવલ્લભાચાર્યજી પ્રાકટય મહોત્સવનો પ્રારંભ કરાયો છે તે અંતર્ગત યોજાયેલ અષ્ટસખા ચરિત્ર રસપાન માં પ્રથમ દિવસે મોટી સંખ્યા માં વૈષ્ણવો જોડાયા હતા.

પોરબંદર ખાતે  વ્રજનિધિ પરીવાર દ્વારા   શ્રી વલ્લભાચાર્ય પ્રાકટય મહોત્સવનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત આગામી તા.૫ મે સુધી શોભાયાત્રા, ધર્મસભા અને પ્રાદુર્ભાવ મહોત્સવ સહીત અનેકવિધ કાર્યક્રમોનુ  યોજાશે મહાપ્રભુજી ઉત્સવના આયોજનના રજત્તજજયંતિ વર્ષ નિમિત્તે શ્રી અષ્ટસખા ચરિત્ર રસપાન ઉપરાંત વિવિધ મનોરથો પણ  યોજાશે. અષ્ટસખા ચરિત્ર રસપાનનો સમય બપોરે ૩:૩૦ થી ૭ કલાક સુધી છે અને આ આયોજન  ભકિતધામ પોર્ટ કોલોની ગ્રાઉન્ડ, ફીજી છાત્રાલયની બાજુમાં વાઘેશ્વરી પ્લોટ  ખાતે  કરાયું છે. જેમાં કથાનુ રસપાન ગ્વાલિયરવાળા સતિષ શાસ્ત્રીજી કરાવી રહ્યા છે. અને કીર્તન સંગત જુનાગઢવાળા કિરણભાઈ સાથીવૃંદ દ્વારા કરાવવામાં આવી રહી છે.

પ્રથમ દિવસે  કુંભનદાસજીના ચરિત્ર રસપાન કર્યું હતું. આજે તા.૨૭ ના રોજ શ્રી સુરદાસજી તા.૨૮ ના રોજ પરમાનંદદાસજી તા.ર૯ ના રોજ શ્રી કૃષ્ણદાસજી તા.૩૦ના રોજ શ્રી ગોવિન્દસ્વામીજી તા.૧ મેના રોજ શ્રી ચત્રભુજદાસજી તા.ર ના રોજ શ્રી નંદદાસજી તા.૩ના રોજ શ્રી છિત્તરસ્વામીજીના જીવન પ્રસંગોનુ રસપાન કરાવવામાં આવશે. આ સીવાય પૂજય પ.પૂ.ગો.૧૦૮ વસંતરાયજી મહારાજની પ્રેરણાથી તા.૫ મેના રવિવારના દિવસે કીડનીના દર્દીઓ માટે યુરોલોજી કેમ્પનુ આયોજન કરાયુ છે. શ્રી મહાપ્રભુજી ઉત્સવદિને વ્રજનિધિ પરીવાર અને વલ્લભાચાર્ય હવેલી  દ્વારા ફુટ, બીસ્કીટ વિતરણ, પ્રાગટજીબાપા આશ્રમમાં અનાજ અને તેલ અર્પણ, ભીમનાથ મંદિર રેલ્વે સ્ટેશન ખાતે અનાજ અને તેલ અર્પણ રસીકબાપા રોટલાવાળા ટ્રસ્ટમાં અનાજ અને તેલ અર્પણ સહીતની કરૂણામય પ્રવૃતિઓ કરવામાં આવશે. તા.૪ મેને શનીવારે શ્રી આચાર્ય ચરણ પ્રાદુભાવ મહોત્સવ યોજાશે. જેમાં સવારે ૯:૩૦ કલાકે સર્વોત્તમ સ્ત્રોતના પાઠ ૧૦:૩૦ કલાકેશ્રીના ફુલના પલના દર્શન, બપોરે ૧૨:૩૦ કલાકે તિલક આરતી અને ફુલમંડલી દર્શન, વલ્લભાચાર્ય હવેલી  ખાતે યોજાશે.

દિવ્ય શોભાયાત્રા યોજાશે  
તા ૪ ના રોજ  સાંજે ૫ કલાકે દિવ્ય શોભાયાત્રાનુ આયોજન કરાયુ છે. જે શોભાયાત્રા શ્રીનાથજી હવેલીએ થી પ્રારંભ થઇ ભકિતધામ પોર્ટ કોલોની ગ્રાઉન્ડ, વાઘેશ્વરી પ્લોટમાં ધર્મસભાના રૂપમાં પરીવર્તન થશે. ધર્મસભા વિરમ બાદ વૈષ્ણવો માટે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. મહાપ્રસાદનુ આયોજન ફીજી છાત્રાલય ડો.જાડેજાના દવાખાના સામે કરવામાં આવેલ છે. આ પ્રસંગે ઉત્સવસભામાં  સેવાભાવી સંસ્થા અને વિશિષ્ટ વ્યકિતઓને સન્માનીત કરવામાં આવશે. જેમાં વિશિષ્ટ સંસ્થા તરીકે ભુંડીયા પ્રાગજી પરસોત્તમ આશ્રમ અને  વિશિષ્ટ વ્યકિત તરીકે નાથાભાઈ ગોકાણી- ધામેચા હોસ્પિટલને સન્માનીત કરવામાં આવશે.

વિવિધ મનોરથ પણ યોજાશે
આ પ્રસંગે શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથો પણ  યોજાશે. જેમાં તા.૧ મેના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે શ્રી વલ્લભાચાર્ય હવેલી ખાતે કુંનવારા મનોરથ યોજાશે, તા.ર મે ના રોજ સાંજે ૭:૩૦ કલાકે દ્વાદશ નિકુંજમાં છાકનો મનોરથ યોજાશે તા.૩ મે ને શુક્રવારે સાંજે ૭:૩૦ કલાકે કમલતભાઈ કમલની બંગલી મનોરથ યોજાશે તા.૪ મે શનીવારે સાંજે ૭ કલાકે મોગરામહેલ મનોરથ યોજાશે.સમગ્ર ધાર્મિક ઉત્સવો નો લાભ લેવા દરેક વૈષ્ણવો ને વ્રજનીધી પરિવાર તરફ થી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે