ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિભાગ દ્વારા મહિલાઓની સુરક્ષા અને મદદ અર્થે અમલી બનાવેલી વિવિધ યોજનાઓ અન્વયે ૧૮૧ મહિલા હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે. જે મહિલાઓની મદદ માટે ૨૪ કલાક કાર્યરત છે. રેલ્વે પોલીસ સ્ટાફ દ્વારા ૧૮૧ અભયમ પર ફોન કરી જણાવ્યું કે એક મહિલા નિ: સહાય સવારના રેલ્વે સ્ટેશન પર બેઠેલા છે તમો એમની મદદે માટે આવો .
અભયમ ટીમને ફોન મળતાની સાથે જ તાત્કાલિક સ્થળ પર પહોંચી મહિલા ને મળ્યા તેઓ બહુ જ ગભરાયેલ હોવાથી તેમને પ્રોત્સાહન આપ્યું.તેમનુ નામ, સરનામુ જાણેલ , તેમનું કાઉન્સેલિંગ કરતા જણાવેલ કે અમો એમ.પી રાજય ના છે. અહિયા અમો દોઢેક વર્ષ થી મજુરી કામ માટે આવેલા છીએ.મારા પતિ ને નશો કરવાની ટેવ હોવાથી વારંવાર નશો કરી ને આવી મને અપશબ્દો બોલી મારઝુટ કરતા હોવાથી કંટાળીને ને કાલે ઘરે કોઈને કહ્યા વગર નિકળી ગયેલ હતી.આગળ મહિલા એ જણાવ્યું કે તેઓ કોની વાડી મા કામ કરે છે.તેનું નામ શું કાંઈ યાદ ના હોવાના કારણે ભુલથી પોરબંદર પહોંચી ગયેલા હતા.
મહિલા ના પતિ નાં નંબર મેળવી તેમને જાણ કરી હોવાથી તેમના પતિ મહિલા ને લેવા માટે આવતા મહિલા તેમના પતિ સાથે સમજૂતી કરી ને જવા માંગતા હતા.૧૮૧ ટીમ તેમજ રેલ્વે પોલીસ સ્ટાફ દ્રારા મહિલા ના પતિ સાથે ચર્ચા કરતા જણાવેલ કે તેઓ મોરાણા ગામ માં મજુરી કામ માટે આવેલ હોય ત્યાંથી મહિલા કાલે સવાર ના નિકળી ગયેલા હતા કોઈને કહ્યા વગર જેથી મહિલા ને સમજાવેલ તેમના પતિ ને સમજાવ્યા કાયદાકીય સમજણ આપી . મહિલા ની ઈચ્છા અનુસાર સમજુતી કરાવેલ ને મહિલા ને સુરક્ષિત તેમના પતિ ને સોપેલા.