પોરબંદર ના સ્મશાન ની બહાર થી બાઈક ની ચોરી કરનાર શખ્સ ને પોલીસે ગણતરી ની કલાકો માં ઝડપી લઇ તેની પાસે થી ચોરી નું બાઈક પણ કબજે કર્યું છે.
પોરબંદરના વસુંધરા કોમ્પલેકસમાં આવેલા કદમ બિલ્ડીંગમાં રહેતા અને બંગડીબજારમાં દુકાન ધરાવતા અનીલ ભગવાનજીભાઈ ઠકરાર(ઉવ ૫૩)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેના ફઈની દીકરીનું અવસાન થતા તા. ૧૩ના ૧૧ વાગ્યે તેઓ પોતાનું ૩૦ હજાર રૂપિયાનું બાઇક લઇને અંતિમયાત્રામાં ગયા હતા. અને હિન્દુ સ્મશાનભૂમિ સામે ઇન્દ્રેશ્વર મંદિર પાસે બાઇક પાર્ક કરીને અંતિમવિધિમાં જોડાયા હતા. અને એક કલાક પછી વિધિ પૂર્ણ કરીને બહાર નીકળ્યા ત્યારે તેનું બાઇક ચોરાઈ ગયુ હતું.
આથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આ ચોરી છાયા જમાતખાના પાસે રહેતા અશોકસિંહ રણુભા ચુડાસમા(ઉવ ૪૪)નામના શખ્સે કરી હોવાનું સામે આવતા પોલીસે તેને ઝડપી લઇ ચોરી નું બાઈક પણ કબ્જે કર્યું છે. આ શખ્સ અગાઉ પણ બાઈક ચોરી તથા પ્રોહીબીશન ના ગુન્હા માં અનેક વખત ઝડપાયો હોવાથી તેણે અન્ય કોઈ બાઈક ની ચોરી કરી છે કે કેમ તે અંગે કિર્તીમંદિર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.