પોરબંદરમાં માતા-પિતા વિહોણી ૮ દિકરીઓના સમુહ લગ્ન યોજાયા હતા.
પોરબંદર શહેરમા સામાજીક,ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે સેવાકીય કાર્ય કરતી સંસ્થા ભાગ્યવિજય હિંમતલાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પોરબંદરમાં માતા પિતા વિહોણી દિકરીઓના સમુહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. નિરવભાઈ દવે અને ધવલભાઈ દવે ના સ્વ. પિતાશ્રીના સ્મરણાર્થે ચાલતી સંસ્થા ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૭-૦૫-૨૦૨૫, શનિવાર ના દિને પોરબંદર મહાનગર પાલિકા હસ્તકના પાર્ટી પ્લોટ મેદાન ખાતે સનાતની હિન્દુ સમાજની માતા-પિતા વિહોણી આઠ (૮) દિકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા.
આ સમૂહ લગ્ન પ્રસંગે સાધુ સંતો, રાજકીય આગેવાનો અને સામાજીક સંસ્થાઓ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવ્યા હતાં, જેમાં શ્રી શીંગડા શેષમઠ વિશ્રામ દ્વારકા જગદ્ગુરુ સ્વામી શ્રી સર્વશ્વરાચાર્ય જી જગદ્ગુરુ સ્વામી શ્રી રામાનંદાચાર્ય જી, જામનગર જિલ્લાના ઘૂનડા સ્થિત સત્ પુરુણધામ આશ્રમના પ.પૂ. સંતશ્રી જેન્તિરામ બાપા, પોરબંદર શ્રી વલ્લભાચાર્યજી હવેલીના બાવાશ્રી પૂ.ગો.૧૦૮ શ્રી વસંતરાયજી મહારાજ, છાંયા પોરબંદર શિવ-શકિત આશ્રમના મહંત શ્રી ક્રિષ્નજતી બાપુ ગૂરૂશ્રી બાબુજતી બાપુ, તેમજ રાજકીય આગેવાનોમાં ભાજપ કિસાન મોર્ચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલીયા, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પૂર્વ મહામંત્રી કપિલભાઈ કોટેચા,
પોરબંદર રેડક્રોસ સોસાયટી તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, મહામંત્રી નિલેષભાઈ બાપોદરા, સાગરપુત્ર સમન્વયનાં પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા, જયેન્દ્રભાઈ ખૂંટી, પોરબંદર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જતિનભાઈ હાથી, પૂર્વ પ્રમુખ અનિલભાઈ કારીયા, મહેર સુપ્રિમ કાઉન્સિલના અગ્રણી નવઘણભાઈ, ભાજપ અગ્રણી સામતભાઈ ઓડેદરા, રામભાઈ, સુરેશભાઈ સિકોતરા સહિત દરેક સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અને અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, કાર્યકરો સહિત ખૂબ મોટી સંખ્યામાં પોરબંદર જિલ્લાના હિન્દુ સમાજના ભાઈઓ બહેનો, અને વિશેષ કર્મકાંડી બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યાં હતાં અને તમામ નવદંપતિઓને નવજીવનની શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા.
સમુહ લગ્નને સુંદર આયોજન કરવામા આવ્યુ હત ભુદેવો દ્રારા લગ્ન વિધિ કરવામા આવી હતી તો જાણીતા કલાવૃદો દ્રાર લગ્નના રૂડા ગીતો રજુ કરી અને વાતાવરણને આનંદીત બનાવ્યુ હતુ કોઇ દિકરીઓએ માતા તો કોઇ પિતાની તો કોઇએ માતા-પિતા બન્ને છત્રછાયા ગુમાવી છે તે દિકરીઓએ સંસ્થાના આયોજનને બિરદાવી અને ટ્રસ્ટીઓને આર્શીવાદ આપ્યા હતા પોરબંદરમા સામાજીક કાર્યને સૌકોઇએ બિરદાવ્યુ હતુ આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રમુખ અને ટ્રસ્ટી નિરવભાઈ દવે, ઉપપ્રમુખ અને ટ્રસ્ટી, ગં.સ્વ. રીટાબેન ભાગ્યવિજયભાઈ દવે, મંત્રી અને ટ્રસ્ટી ધવલભાઈ દવે તેમજ સંસ્થાના સર્વ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો કારોબારી સભ્યો આ કાર્યક્રમમાં સહભાગી થનારા તમામ કાર્યકરો, સાધુ-સંતો, રાજકીય મહાનુભાવો, પોરબંદર મહાનગર પાલિકાના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, પત્રકાર મિત્રનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
















