પોરબંદર ની હિંદુ સ્મશાનભૂમિ માં ચાલતી વિધુતભઠ્ઠી માટે વધુ સાડા સાત લાખ નું દાન મળ્યું છે જેથી દાતાઓ નો આભાર માનવામાં આવ્યો છે.
પોરબંદર સોનાપુરીમાં આવેલ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તકની વિદ્યુત સ્મશાન ભઠઠીમાં ચાલતા મેજર રીપેરીંગ કામ જાણકારી મળતા અને આ ટ્રસ્ટ દવારા ચલાવવામાં આવતા પારદર્શક વ્યવહારને ધ્યાનમાં લઈ રેખાબેન મુકેશભાઈ લાખાણી તરફથી સ્વ. મુકેશભાઈ ગોકલદાસ લાખાણીની સ્મૃતિમાં આ રીપેરીંગ કામના આર્થિક ભારણને પહોંચી વળવા યથા શક્તિ રૂા. ૫,૦૦,૦૦૦નું અનુદાન અપાયું છે. આ ઉપરાંત સ્વ. રામજીભાઈ લક્ષ્મણભાઈ સામાણી ની યાદમાં કમલેશભાઈ સામાણી તથા ચંદ્રીકબેન સામાણી દવારા શિવ ફાઈનાન્સ વાળા વિરલભાઈ સામાણીના હસ્તે રૂા. ૨,૫૧,૦૦૦નું અનુદાન પણ આપવામાં આવ્યું છે. આ રકમનો ચેક ટ્રસ્ટના પ્રમુખ અનીલભાઈ કારીયા, મેનેજીગ ટ્રસ્ટી મુકેશભાઈ ઠકકર વગેરે દવારા સ્વીકારી દાતા પરીવાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.