પોરબંદર ના બગવદર ગામે ગ્રામ પંચાયત ના વિશાળ પટાંગણ માં સરપંચ વિક્રમભાઈ ઓડેદરા દ્વારા નવરાત્રી ઉત્સવ નું આયોજન કરાયું છે. જેમાં રાત્રી ના ૧૨ વાગ્યા સુધી બાળકો થી લઇ ને વડીલો અને નાની બાળાઓ થી લઇ ને મહિલાઓ સૌ કોઈ મન મૂકી ને રાસ રમે છે. જેને નિહાળવા બગવદર ગામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં આવે છે. રાસ નિહાળવા માટે સુંદર બેઠક વ્યવસ્થા નું પણ આયોજન કરાયું છે.
બરડા વિસ્તાર નું સેન્ટર પોઇન્ટ ગણાતા બગવદર ગામે ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. બગવદર ગામે ઘણા વર્ષોથી નવરાત્રિનું આયોજન થાય છે. પરંતુ આ નવરાત્રીનું આયોજન બગવદર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવતુ હતુ. અને પોલીસ સ્ટેશન ની પાસે આવેલ ગ્રાઉન્ડ ગ્રામ પંચાયત હસ્તક હતું. પરંતુ બગવદર પોલીસ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હતું..
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના હિસાબે નવરાત્રી તહેવાર ઉજવવામાં આવેલ નહીં. અને થોડા સમય પહેલા બગવદર ગ્રામ પંચાયત ઓફિસનું નવનિર્માણ કરવામાં આવેલ. અને ગ્રામ પંચાયતની હદમાં દિવાલ બનાવી લેવામાં આવેલ. જેથી આ વર્ષથી નવરાત્રીનું આયોજન બગવદર ના સરપંચ વિક્રમભાઈ ઓડેદરા દ્વારા ગ્રામ પંચાયતના વિશાળ પટાંગણમાં યોજવામાં આવેલ છે. જેમાં રાત્રિના નવ થી બાર વાગ્યા સુધી બાળકો યુવાનો અને વૃદ્ધો સૌ કોઈ રાસ રમે છે. તેમજ નાની બાળાઓ યુવતીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં રાસ રમે છે.
કારણ કે ગ્રાઉન્ડ વિશાળ હોવાથી સેંકડો ની સંખ્યામાં રાસ રમાય છે. અને હજારોની સંખ્યામાં બગવદર ગામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો મોટી સંખ્યામાં નવરાત્રી ઉત્સવ જોવા અને માણવા આવે છે. ઉપરાંત સ્ટેજ ઉપરથી કલાકારો દ્વારા નવરાત્રીના ગરબા ગાવામાં આવે છે. અને ગ્રામજનો ખૂબ જ ઉત્સાહપૂર્વક રમે છે. અને ગ્રામજનોને રાસ ગરબા જોવા માટે ખુરશી બેઠક ની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.
રિપોર્ટર ધીરુભાઈ નિમાવત બગવદર