Friday, September 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના વનાણા નજીક થી મહાકાય અજગર નું દિલધડક રેસ્ક્યુ કરાયું

પોરબંદરના વનાણા ખાતે આવેલ બંધ ઓઈલ મિલ માં અજગરે દેખા દેતા ગામના સરપંચે આ અંગે વન વિભાગને જાણ કરતા આર એફ ઓ સામત ભમર ના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ અને પ્રકૃતિ સોસાયટી ની ટીમ તુરંત દોડી ગઈ હતી. અને અંદાજિત ૭ ફૂટની લંબાઈ અને 25 થી 30 કિલો વજન ધરાવતા અજગરનું રેસ્ક્યુ કરી અને ફરીથી તેને બરડા ડુંગરમાં પ્રસ્થાપિત કર્યો હતો.

આ અજગર સામાન્ય રીતે જોવા મળતા ઇન્ડિયન રોક પાયથન પ્રજાતિ ની માદા હોય તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પ્રજાતિમાં નર કરતાં માદાનું વજન અને લંબાઈ વધુ જોવા મળે છે. હાલના સમયમાં ગરમીનું પ્રમાણ વધતાં અને શિયાળો પૂર્ણ થતા શીત નિંદ્રામાં રહેલ સરીસૃપ કોઈને કોઈ જગ્યાએ આકસ્મિક રીતે પહોંચી જાય છે. આવા સમયે આવા સરીસૃપ થી ડરવાને બદલે આ બાબતે વન વિભાગ અથવા અન્ય સેવાભાવી સંસ્થાઓનો સંપર્ક કરી તેમનો યોગ્ય સ્થળાંતર કરવું જોઈએ. જેથી અબોલ સરીસૃપ ને પણ કોઈ હાનિ ના પહોંચે અને માનવીને પણ આ સરીસૃપ થી કોઈ કનડગત ના ઉદભવે.

આ સમગ્ર રેસ્ક્યું ઓપરેશન પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી, યશ ગોહેલ, તથા જેકી અટારા અને વન વિભાગના ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ અને મનીષભાઈ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે