રાણાવાવ માં રહેણાંક મકાન માંથી પોલીસે જુગારધામ ઝડપી લઇ રૂ ૮૦ હજાર ની મતા સાથે ૬ શખ્સો ની ધરપકડ કરી છે.
રાણાવાવ પોલીસ ને બાતમી મળી હતી કે દરબારગઢ ચોક માં આવેલ વાણીયાવાડ ના ખૂણે રહેતો સલીમ ઉર્ફે મુન્નો સદરૂદીન સોરઠીયા નામનો શખ્શ પોતાના રહેણાંક મકાન માં જુગારધામ ચલાવે છે આથી પોલીસે દોડો પાડતા ત્યાંથી સલીમ ઉપરાંત બહાદુર નાથાભાઇ પોપટીયા (ઉ.વ.૫૬ રહે. ખોજાવાડ જમાતખાનાની પાસે)સદામ આમદભાઇ જોખીયા (ઉ.વ.૩૦ રહે ખોજાવાડ ભરવાડશેરી),સીરાજ અબ્દુલભાઇ આડતીયા (ઉ.વ.૪૦ રહે.હનુમાનબાપાના મંદીર પાસે)અલ્તાફ પોપટભાઇ ઇસાણી (ઉ.વ.૪૯ રહે ખોજાવાડ ભરવાડશેરી)તથા પ્રકાશ ઉર્ફે પીન્ટુ બહાદુરભાઇ બરડાઇ (ઉ.વ.૪૦ રહે.વાધેશ્વરીચોક જમાતખાનાની બાજુમાં)ને ઝડપી લઇ તેની પાસે થી રૂ ૮૦,૬૦૦ ની રોકડ કબ્જે કરી છે.
રાણાવાવ માં રહેણાંક મકાન માંથી જુગારધામ ઝડપાયું


Related News
આ પોસ્ટ શેર કરો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print