રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાન માં પોલીસે દરોડો પાડી ૧૦ જુગારીઓ ની અડધા લાખ ની મતા સાથે ધરપકડ કરી છે દરોડા દરમ્યાન મહિલા નાસી જવામાં સફળ રહી હતી.
રાણાવાવ પોલીસને બાતમી મળી હતી કે સ્ટેશન પ્લોટ વિસ્તાર માં નગરપાલિકાના પાણીના ટાંકા પાસે રહેતા સાગર ગિરધર સોલંકી એ તેના મકાનમાં જુગારધામ શરુ કર્યું છે. આથી પોલીસે દરોડો પાડતા મહિલા સહિત ૧૧ જુગારીઓ જુગાર રમતા હતા જેમાં (૧) લખમણ ઉર્ફે લખન વિરમભાઇ ભુતીયા ઉ.વ.૨૫ રહે.સ્ટેશન રોડ, ફોરેર્ટ ઓફિસ સામે રાણાવાવ, (૨) સંજય વજુભાઇ ડાભી ઉ.વ.૩૪ રહે-રેલ્વે સ્ટેશન પાસે ગરબી ચોક રાણાવાવ,(૩) સતિષ રમેશભાઇ ડાભી કોળી ઉ.વ.૨૭ રહે- રેલ્વે સ્ટેશન પાસે ગરબી ચોક રાણાવાવ,(૪) રામભાઇ વિરમભાઇ ચાવડા ઉ.વ.૪૨ રહે-સ્ટેશન પ્લોટ બાગના ખુણે રાણાવાવ,(૫) માલદે લાખાભાઈ બાપોદરા ઉ.વ.૬૦ ધંધો-નોકરી રહે-સ્ટેશન પ્લોટ ધોરીયાનેશ રાણાવાવ
(૬) અશોક પરષોતમભાઇ ઝાલા ઉ.વ.૪૨ ધંધો-ડ્રાઇવર રહે-સ્ટેશન પ્લોટ રામદેવપીરના મંદિરની બાજુમાં રાણાવાવ,(૭) ભરત રમેશભાઈ મકવાણા ઉ.વ.૨૭ ધંધો-મજુરી રહે-સ્ટેશન પ્લોટ પોસ્ટ ઓફીસ પાછળ રાણાવાવ,(૮) અમીત રમેશભાઇ ડાભી ઉ.વ.૨૬ ધંધો-મજુરી રહે-સ્ટેશન પ્લોટ ગરબી ચોક રાણાવાવ,(૯) ભરત રણમલભાઈ બાપોદરા ઉ.વ.૩૦ ધંધો-ડ્રાઇવિંગ રહે-રાણાવાવ ક્રિષ્ના એપાર્ટમેન્ટની બાજુના એપાર્ટમેન્ટમાં બ્લોક નં-૨૦૪ મુળ- સ્ટેશન પ્લોટ ભરત જીનમીલની બાજુમાં રાણાવાવ,(૧૦) રાજુ કારાભાઇ ચાવડા ઉ.વ.૨૭ ધંધો-ડ્રાઇવિંગ રહે-અમરદળ ગામ રબારી કેડા તા.રાણાવાવ મળી કુલ ૧૦ જુગારીઓ ને ઝડપી લઇ રૂ ૫૭૧૫૦ ની રોકડ કબજે કરી હતી. જયારે દરોડા દરમ્યાન સ્ટેશન પ્લોટ માં રહેતી માલીબેન ખીમા મોઢવાડિયા નામની મહિલા પાછળના દરવાજેથી નાસી ગઈ હતી. પોલીસે જુગારીઓ ની પુછપરછ કરતા જુગારનો અખાડો ચલાવનાર સાગર જુગારીઓ માટે ચા પાણી લેવા માટે ગામમાં ગયો હોવાનું સામે આવ્યું હતું આથી તેની પણ શોધખોળ હાથ ધરી છે.