Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર લોહાણા મહાજન દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

પોરબંદર લોહાણા મહાજન દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

શ્રી પોરબંદર લોહાણા મહાજન અને ઓશવાળ આયુષ હોસ્પિટલ-જામનગરના સંયુકત ઉપક્રમે તા. ૧ જાન્યુઆરી-૨૦૨૩, રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી મોહનભાઇ કોટેચા-તાજાવાલા, લોહાણા મહાજનવાડી નટવરસિંહજી કલબ પાસે ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રોગોના નિષ્ણાંત તબીબો તેમની સેવા આપશે.

આ કેમ્પમાં જોઇન્ટ રીપ્લેસમેન્ટ એન્ડ ઓર્થોપેડિકમાં રોબોટીક જોઇન્ટ રીપ્લેસમેન્ટ સર્જન ડો. રાજદિપસિંહ ચૌહાણ, ડો. રાહુલ પરમાર, ડો, દિવ્ય પટેલ સેવા આપશે તો મગજ મણકા તથા કરોડરજ્જુના ઓપરેશનના ન્યુરોસર્જન ડો. મિલન મકવાણા, હૃદયરોગ, એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી માટે કાર્ડિયોલોજીસ્ટ ડો. પૂજન શાહ, પથરી, પ્રોસ્ટેટ, કીડની અને મુત્રમાર્ગના રોગના ઓપરેશન માટે યુરોલોજીસ્ટ ડો. આદિત્ય ગુપ્તા, તો દુરબીનથી ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન માટે ગાયનેકોલોજીસ્ટ ડો. પ્રતાપસિંહ સોલંકી તથા ડો. પારસ મજેઠીયા, તો એપેન્ડીક્ષ, સારણગાંઠ, વધરાવટ, હરસ મસા, ભગંદર વગેરે રોગના નિષ્ણાત લેપ્રોસ્કોપીક સર્જન ડો. ચિરાગ માકડીયા અને બાળરોગ નિષ્ણાંત પીડીયાટ્રીશ્યન ડો. જય બદિયાણી સેવા આપશે. તો મેડિસીન વિભાગમાં બી.પી., ડાયાબીટીસ તથા જનરલ રોગોના નિષ્ણાંત ડો. સુરેશગાંધી, ડો. પર્યન્તવાળા, ડો. બંસરી મદલાણી, તેમની સેવા આપશે.

આ કેમ્પમાં મા-કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ ઘારકો માટે ઓપરેશનની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઇ કારીયા અને ઓશવાળ આયુષ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ જામનગરના સૌજન્યથી આયોજિત આ કેમ્પની વધુ માહિતી માટે મો. નં. ૭૫૭૩૦ ૮૮૮૮૪, ૭૫૭૩૦ ૮૮૮૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે