પોરબંદરના યુવાન સાથે એક વર્ષ પૂર્વે ટ્રકનો સોદો કરી ચાર શખ્સોએ ટ્રકના લોનના બાકી હપ્તા નહી ભરી રુ ૧૦ લાખ ૭૫ હજારની છેતરપિંડી કરી હતી જે મામલે પોલીસે એક આરોપી ને જામનગર ખાતે થી ઝડપી લીધો છે.
પોરબંદરના ગેસ ગોડાઉન પાછળ રહેતા અને ડ્રાઇવીંગનો ધંધો કરતા અનિરતસિંહ પ્રભાતસિંહ જેઠવા નામના યુવાને એક વર્ષ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેણે રૂા. ૧૨,૨૫,૦૦૦ માં ટ્રક લીધો હતો.જે ટ્રકની તેણે એમ.જી. રોડ ઉપર આવેલ ચૌલા મંડલમ ફાઇનાન્સમાંથી રૂ।. દસ લાખની લોન લઇ પોતાના નામે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યાર બાદ ટ્રક બે-ત્રણ મહિના સુધી રાખ્યો હતો પરંતુ વધારે કામધંધો ન મળતા તેણે ખંભાળિયા ખાતે રહેતા મનોજ દત્તાણી ને તેના પુત્ર ધનરાજ માટે ટ્રક ખરીદવો હોવાથી તેની ટ્રક ની રુ ૧૫.૫૧ લાખ કીમત નક્કી કરી રુ દોઢ લાખ સુથી લીધી હતી અને ગાંધવી ગામે રહેતા મયુર ગોસાઈ ની હાજરી માં ફાયનાન્સ કંપનીના લોન ના હપ્તા માસિક રુ ૩૫,૩૦૦ લેખે ૩૩ મહિના સુધી તેઓ ભરશે તેવું નોટરી સમક્ષ લખાણ કરી આપ્યું હતું.
આથી તેઓએ ટ્રક નો કબ્જો અને કાગળો ધનરાજ ને સોપ્યા હતા બે દિવસ બાદ બાકી ની રકમ અંગે ફોન કરતા મનોજ સહિતનાનો ફોન બંધ આવતા તેઓ ખંભાળિયા જાતે દોડી ગયા હતા પરંતુ તેઓને મનોજે ખોટું સરનામું આપ્યું હોવાનું તે જામનગર રહેતો હોવાનું જાણવા મળ્યું હતું ત્યાર બાદ તપાસ કરતા તેનો ટ્રક ભંગાર માં ભાંગવા માટે ખંભાળિયા રહેતા ફિરોજ ભોકલને વેચ્યો હોવાનું પણ સામે આવ્યું હતું આથી તેઓએ મનોજ અને ધનરાજ ઉપરાંત મયુર ગોસાઈ અને ફિરોજ ભોકલ સામે રુ ૧૦ લાખ ૭૫ હજારની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે મામલે પેરોલ ફર્લો સ્કવોડ ને બાતમી મળી હતી કે મુખ્ય આરોપી મનોજ ચત્રભુજભાઇ દતાણી રહે.પટેલ કોલોની જામનગરવાળો તેના ઘરે આવનાર છે જેથી પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લીધો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.