પોરબંદર ના બરડા ડુંગરમાં તા ૪ થી ૭ સુધી ચાર દિવસીય પરિક્રમા યોજાશે જેની હાલ તડામાર તૈયારીઓ થઇ રહી છે.
રાણાવાવની જાંબુવંતી ગુફાની આયોજક સમિતિ દ્વારા બરડા ડુંગરની પરિક્રમાનું દર વર્ષે વિક્રમ સંવતના નવા વર્ષે આયોજન થાય છે. આ વખતે પણ તેની તૈયારીઓ ધમધમી રહીછે.સમિતિ દ્વારા જણાવાયુ છે કે કારતક સુદને ત્રીજને સોમવાર તા. ૪-૧૧થી ચાર દિવસ માટેની બરડા ડુંગરની પરિક્રમા યોજવામાં આવશે. બરડો ડુંગર દેવભૂમિ છે.તેમા અનેક દેવ-દેવીઓ તથા સંતો બિરાજે છે. શ્રી ત્રિકમાચાર્યબાપુ તથા શ્રી વિંધ્યવાસી (વેણુવાળીમા)ની તપોભૂમિ છે.સમસ્ત દેવી-દેવતાઓ, સંતો તથા બરડા દેવની પ્રદક્ષિણાનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યુ છે.
આ વર્ષે હજુ વરસાદ વરસી રહ્યો હોવાથી બરડો લીલો છમ્મ જોવા મળે છે તો કેટલીક જગ્યાએથી તો પાણીના ઝરણા પણ વહી રહ્યા છે.ત્યારે તા.૪ના સવારે ૮ વાગ્યે પ્રસ્થાન કરી જંગલના રસ્તે થઈ સાંજ સુધીમાં રાણપુર ધિંગેશ્વર મહાદેવ મંદિર પહોંચી મહાદેવના સાન્નિધ્યમાં રોકાણ કરવામાં આવશે. બીજો પડાવ તા. ૫ ના વહેલી સવારે ૫ વાગ્યે પ્રસ્થાન કરી પાછતર ઘુમલી થઈ મોડપર આહિર સમાજ ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવશે. ત્રીજો પડાવ તા. ૬ ને વહેલી સવારે પાંચ વાગ્યે પ્રસ્થાન કરી બીલેશ્વર મહાદેવ ખાતે ચા નાસ્તો કરી રાત્રી મુકામ કષ્ટભંજન હનુમાનજીની જગ્યાએ કરવામાં આવશે.ચોથો પડાવ તા. ૭ ના વહેલી સવારે ૫ વાગ્યે પ્રસ્થાન કરી રાણાવાવ મુકામે જાંબુવંતીના ગુફા ખાતે પરિક્રમાની પૂર્ણાહુતિ થશે.યાત્રીઓએ પોતે પૂરતો જાતે વહન કરી શકે તેટલો સામાન તથા પાગરણ લાવવા અનુરોધ કરાયો છે અને બધા પડાવે જમવા તથા રહેવાની અલગ વ્યવસ્થા અને સાથેનો માલ સામાન વહન કરવા સંસ્થા દ્વારા વાહન વ્યવસ્થા રાખવામાં આવી છે.જે સામાન એક પડાવેથી બીજા પડાવે લઇ જશે. પદયાત્રીઓને પડાવથી નીકળ્યા પછી ચા નાસ્તો પાણીની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે.દર વર્ષે મોટી સંખ્યા માં લોકો આ પરિક્રમા માં ઉત્સાહભેર જોડાય છે.
આ પરિક્રમામાં જોડાવવા માટે તથા વધુ માહિતી માટે ભીમામાઈ મકવાણાના મો.૯૯૧૩૯ ૫૬૧૩૦, માલદેભાઈ ઓડેદરાના મો. ૯૭૨૬૭ ૫૧૪૮૫, ચંદ્રેશભાઈ ભલસોડના મો.-૮૩૨૦૯ ૧૬૬૪૨, વશરામભાઈ પીપરોતરના મો.૯૮૨૫૨ ૩૨૬૬૫, રમેશભાઈ ચૌહાણના મો. ૯૯૨૪૧ ૨૯૪૮૯, નિખીલભાઈ સોની મો. ૯૭૨૩૩ ૦૩૭૧૧, સુનીલભાઈ ચૌહાણના મો.૯૦૫૪૪ ૦૦૫૦૦, જગુભાઈ મોરીના મો. ૯૮૭૯૦ ૦૬૩૧૧, લિલેશભાઈ સોનીના મો. ૯૯૭૯૬ ૭૭૦૬૫, ધર્મેશ મકવાણાના મો. ૯૯૦૯૩ ૧૪૩૭૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.