Thursday, October 31, 2024

|| तुम रक्षक काहू को डरना ||

જસદણથી રહસ્યમય સંજોગોમાં ભૂલી પડેલી મહિલા પોરબંદર આવી ચડી

પોરબંદરની ચોપાટી પાસે રહસ્યમય સંજોગોમાં ભૂલી પડેલી એક મહિલા આવી ચડી હતી જેને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો અપાયો છે.

પોરબંદર સિટીના ચોપાટીગ્રાઉન્ડ માંથી એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન નંબર પર ફોન કરી જણાવ્યુ કે એક અજાણી મહિલા રસ્તો ભુલી ગયેલા છે તેમને તેમના ઘરનું સરનામુ પણ તેઓને યાદ નથી તો તમો એમની મદદ માટે આવો. પોરબંદર અભયમ ટીમ નિરાધાર મહિલાની મદદ માટે તાત્કાલીક સ્થળ પર પહોંચી જઈને મહિલાનું નામ જાણેલ. તેમને પ્રોત્સાહન આપ્યું, તેમનું સરનામું પુછતા તેઓએ જણાવેલ કે હું જસદણ થી જામનગર જતી હતી અને ભુલથી અહિંયા પહોંચી ગયેલ.

આગળ તેમનું કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવેલ કે, ‘હું મારા કાકાના છોકરાના ઘરે જામનગર જવા નીકળેલી પરંતુ તે જામનગરમાં કયાં રહે છે.’ નામ, કાંઈ યાદ પણ ના હતુ કે કોઈ ના ફોન નંબર પણ યાદ નહીં આવતા તેઓ બહુજ ગભરાયેલ હોવાથી અભયમ ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપી જણાવેલ કે ‘તમો ગભરાશો નહિં અમો તમારી સુરક્ષા માટે તમારી સાથે જ છે.’ આગળ મહિલાએ જણાવેલ કે, ‘મારે મારા પતિના ઘરે જવુ છે.’ તેમનું સરનામુ પુછતા તેમને રાજકોટ જશદણનુ જણાવેલ પરંતુ જસદણમાં કયા રહે છે તે કેટલા દિવસથી ઘરેથી નીકળી ગયેલા છે કાંઈ યાદ જ ના હોવાથી. જશણ પોલીસ સ્ટેશનમા ફોન કરી મહિલાની માહિતી આપેલી.

જેથી મહિલાના પરિવારજનો મહિલા ગુમ થયેલની અરજી કરેલી હોય અથવા કરવા માટે જાય તો તેમના ફેમેલી સુધી કોન્ટેક થઇ શકે જસદણ પોલીસ સ્ટેશન પર થી જણાવેલ કે તે નામની મહિલા ગુમ થયેલની અહિંયા કોઈ અરજી થયેલ નથી જેથી હાલ મહિલાની સુરક્ષાને ધ્યાને લઈને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકેલા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે