કેશોદના કારચાલકે નશા ની હાલત માં વહેલી સવારે ગોસા ચેક પોસ્ટ ખાતે હડફેટે લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કારચાલકની સાથે રહેલ શખ્શ પણ નશા માં હોવાથી બંનેની ધરપકડ કરાઈ છે.
પોરબંદરના નવીબંદર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવીણ નાગજીભાઈ ભુવા એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ તેઓ તથા પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતા. અને ગોસાની પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરતા હતા. એ દરમિયાન વહેલી સવારે ૫:૪૫ વાગ્યે પોરબંદર બાજુથી એક કાર પુરઝડપે આવી હતી. અને ચેકપોસ્ટ પાસેના બેરીકેટ સાથે ધડાકાભેર અથડાવીને બેરીકેટને ૩૦૦૦ રૂપિયાનુ નુકસાન કર્યું હતું. આથી સ્ટાફ તુરંત દોડી ગયો હતો.
અને કાર માં તપાસ કરતા કેશોદના ઇન્દિરાનગર વિસ્તારમાં પ્રાથમિક શાળા સામે રહેતો વિક્રમ નથુ સોંદરવા(ઉવ ૨૨) કાર ચલાવતો હતો. અને તે નશા ની હાલતમાં હતો. તેની પાસે બેસેલ શખ્શ ની પુછપરછ કરતા તે કેશોદના એરપોર્ટ રોડ પર આવેલ મારૂતિનગરની શ્રદ્ધા સોસાયટીમાં રહેતો પિયુષ કિશોર સોલંકી(ઉવ ૨૨) હતો. અને તે પણ નશા ની હાલત માં હતો. આથી પોલીસે દોઢ લાખ રૂપિયાની કાર કબ્જે કરીને બન્ને ની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.