ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત દેશના વિવિધ ૭૫ બીચો પર ૭૫ દિવસ સુધી સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાન કાર્ય૨ત છે જેમા પોરબંદર ચોપાટી બીચ તથા માધવપુર બીચનો પણ સમાવેશ થયો છે. આ અભિયાન અંતર્ગત શ્રીસત્સંગ શિક્ષા પરિષદ્, છાયા સંચાલિત અને ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર માન્ય શ્રીસહજાનંદસ્વામી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, છાયા પોરબંદર દ્વારા નિયામક શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ તારીખ ૧૫/૦૯/૨૦૨૨ના રોજ સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું.
કાર્યક્રમ ગુજરાત ઈકોલોજી કમીશન(ગવર્મેન્ટ ઓફ ગુજરાત)ના આર્થિક સહયોગ તથા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, (ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગવર્મેન્ટ ઓફ ગુજરાત) તથા સાગર ભારતી (સીમા જાગરણ મંચ)ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમમાં દિપ પ્રાગટય સમયે અખીલ ભારતીય સીમા જાગરણ મંચના સહસંયોજક મુરલીધરનજી,ગુજરાત ઈકોલોજી કમીશન ગાંધીનગરથી લૌમેશભાઈ બ્રહ્મભટ્ટ ,શ્રીસ્વામિનારાયણ ગુરૂકુલના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી,શ્રીસહજાનંદ સ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, છાયા-પોરબંદરના સાયન્સ કો-ઓર્ડિનેટર વિવેકભાઈ ભટ્ટ, તથા શ્રીસ્વામિનારાયણ શૈક્ષણિક સંકુલના તમામ આચાર્યઓ ખાસ ઉપસ્થિત રહયા હતા.
૧) ચિત્ર સ્પર્ધાઃઆ સ્પર્ધામાં વિદ્યાર્થીઓને આપણી પૃથ્વી પરના સાગરો તથા મહાસાગરો વિષય પર વિવિધ ચિત્રો દારી પોતાની કલા રજું કરી હતી.ચિત્ર સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાઓના ૩૦૦ જેટલા બાળ કોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ. જેમા વિજેતા વિદ્યાર્થીઓને તારીખ ૧૭/૦૯/૨૦૨૨ના રોજ ચોપાટી ખાતે શિલ્ડ તથા સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે.
૨) શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી વકતવ્ય –શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી દ્વારા પ્લાસ્ટીબેગના લીધે કાચબાઓના થતા મૃત્યુ, પ્લાસ્ટકની જાળમાં વ્હેલ માછલીઓ વિંટળાઈ જઈ થતા મૃત્યુ પર તથા દરિયાઈ કાચબાઓના નેસ્ટીંગ અને તેઓના પ્રજનન અને ઝેન્ડર રેસીયો ધટી રહયો છે તેના પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનીસંપૂર્ણ જહેમત શ્રીસહજાનંદ સ્વામી જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, છાયા-પોરબંદરના દિલીપભાઈ ચાવડા તથા ધવલભાઈ અપારનાથી દ્વારા ઉઠાવવામાં આવી હતી અને આ પ્રસંગે શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજીએ બધાને બિરદાવ્યા હતા.