રાણાવાવ ના રાણા કંડોરણા ગામે પોલીસે દરોડો પાડી ડીગ્રી વગર ના ડોક્ટર ને મેડીકલ પ્રેકિટસ કરતા રંગે હાથ ઝડપી લીધો છે.
રાણાવાવ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ, એચ.વી.કનારાને બાતમી મળી હતી કે રાણાકંડોરણા ગામે રહેતો ભગવાનજીભાઈ કરશનભાઇ બોરખતરીયા (ઉ.વ.૫૩) પોતાના મકાન માં કોઇપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી દવાઓ આપે છે. જેથી પોલીસે તુરંત ત્યાં દરોડો પાડ્યો હતો. ને ભગવાનજી ને મેડીકલ પ્રેક્ટીસ કરતા રંગે હાથ ઝડપી લઇ તેના કબ્જામાંથી અલગ અલગ જાતની કેપ્સ્યુલ, ઇંજેકશનો,દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ ૧૨૪૪૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે જીલ્લા માંથી અવારનવાર બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે આ તમામ તબીબો ને પોલીસે દરોડો પાડી ને ઝડપી લીધા હતા. પરંતુ જેની જવાબદારી છે લોકો ના આરોગ્ય સાથે ચેડા થતા અટકાવવાની તે આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે.