Sunday, December 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના દેગામ ખાતે જિલ્લા કક્ષાનો આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

પોરબંદર જિલ્લાના દેગામ ખાતે જિલ્લાકક્ષાનો આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. કાર્યક્રમમાં પાંચ લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવોને હસ્તે સ્ટેજ પરથી આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. તેમજ આગામી પાંચ દિવસમાં જિલ્લાના ૬૦ હજારથી વધુ લાભાર્થીઓને આ કાર્ડ વિતરણ કરવામાં આવશે.

આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ જણાવ્યું હતું કે, આયુષ્માન કાર્ડ ગરીબ અને મધ્યમ પરિવારો માટે આશીર્વાદ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૫ લાખ સુધી વાર્ષિક સારવાર આ યોજના દ્વારા ભેટ આપી છે. પોરબંદર જિલ્લામાં આગામી પાંચ દિવસમાં ૬૦ હજારથી વધુ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવશે.

સામાન્ય રીતે કોઈ પરિવારમાં મોટી બીમારી આવે તો બીમારી કરતા તેના ઇલાજના ખર્ચનો ડર વધુ હોય છે. બિમારીની સારવાર માટે ગરીબ અને મધ્યમ પરિવારો આર્થિક રીતે સક્ષમ ન હોવાથી સારવાર માટે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન ભારત કાર્ડ શરૂ કરીને સમગ્ર દેશના ગરીબ અને મધ્યમ પરિવારોને બિમારીની સારવાર માટે આર્થિક મદદ કરી છે. હોસ્પિટલોમા આ કાર્ડની મદદથી વિનામૂલ્યે રૂ. ૫ લાખ સુધીની વાર્ષિક સારવાર વ્યક્તિ દીઠ મળે છે.

કાર્યક્રમમા જિલ્લા વિકાસ અધિકારી બી.ડી.નિનામા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.કવિતાબેન દવે, ગામના સરપંચ, અગ્રણીભરતભાઈ સુંડાવદરા, ભીમભાઈ સુંડાવદરા સહિત આગેવાનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા ડોક્ટર્સ સહિત સ્ટાફ તથા બહોળી સંખ્યામાં જિલ્લાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમા ઉપસ્થિત રહેલા સૈાએ આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ માં લાઇવ કાર્યક્રમ નિહાળ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે