પોરબંદરમાં લોક અદાલતનું આયોજન થતાં એક જ દિવસમાં ના 5696 કેસનો નિકાલ થયો હતો.
પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતા મન્ડળ અમદાવાદની અનુશ્રામાં લોક અદાલત યોજાઈ હતી. જેમાં કેસ દાખલ થતા પહેલાના કેસો જેવા કે પ્રી-લીટીગેશનના કુલ 4549 કેસો, સ્ટેટ પ્લાન ઓફ એક્સન મુજબના કુલ 209 કેસો તથા સ્પેશ્યલ સીટિંગના કુલ 938 કેસો મળીને કુલ 5696 કેસોનો નિકાલ થયો હતો. તેમજ કુલ રૂપિયા ૪,૯૪,૭૯,૦૬૬ રૂપિયા જેટલી રકમનાં વિવાદોનો સમાધાનથી અંત આવ્યો હતો.
