Sunday, June 15, 2025

|| तुम रक्षक काहू को डरना ||

સીમાણી ગામે વાડીવિસ્તારમાં મૂકબધીર યુવાન સાથે મુંબઈ  ની મુકબધીર મહિલા એ કરી ૪૪ લાખની છેતરપીંડી

સીમાણી ગામે વાડીવિસ્તારના મૂકબધીર યુવાનને મુંબઇની મહિલાએ ૨૦૨૦ની સાલમાં અમેરિકામાંથી એ.ટી.એમ. કાર્ડ વેલ્યૂ તરીકે તેને લાગેલ ૨૫ કરોડ અમેરિકન ડોલરના ઇનામની રકમ છૂટી કરવા માટે મદદરૂપ થશે તો ૩ કરોડ રૂપિયા આપવાની લાલચ આપી રૂ ૪૪ લાખથી વધુની રકમ મેળવીને છેતરપીંડી કરતા ભોગ બનનારના ભાઈ એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મૂળ પોરબંદરના સીમાણી ગામે વાડીવિસ્તારમાં રહેતા અને જામનગરની એ.કે.દોષી મહિલા કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા કાના રણમલભાઈ ઓડેદરા(ઉવ ૩૧)એ બગવદર પોલીસ સ્ટેશન માં નોંધાવેલ ફરિયાદ મુજબ તેના મોટાભાઈ રાજાભાઈ (ઉ.વ. ૩૭)જન્મથી મુકબધીર હોવાથી સાંકેતિક ભાષા દ્વારા તેના વ્યવહાર કરે છે. વર્ષ ૨૦૨૦માં રાજાભાઇએ વોટસએપમાં એક મહિલાનો ફોટોગ્રાફ કાનાને બતાવી જણાવ્યુ હતુ કે મુંબઇની પ્રતિભા જગદીશ નામની આ મહિલાએ ઇન્ટરનેશનલ ટ્રાન્સફર પરમીટ, લેટર ઓફ ગેરેન્ટી, અપ્રુવલ લેટર, સી.બી.આઈ.નું ગેરંટી સર્ટીફિકેટ વગેરે મોકલીને સાંકેતિક ભાષામાં એવી વાત કરી હતી કે એ પ્રતિભાને યુ.એસ.એ. માંથી એ.ટી.એમ. કાર્ડ વેલ્યુ તરીકે ૨૫ કરોડ અમેરિકન ડોલરનું ઇનામ લાગ્યુ છે અને એ ઇનામની રકમ રીલીઝ કરવા માટે તેને રૂપિયાની જરૂર છે. તેમ જણાવ્યુ હતુ.

આથી ફેબ્રુઆરી -૨૦૨૦થી જૂન-૨૦૨૦ સુધીમાં રાજાભાઈએ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી ૪,૮૩,૭૦૦ રૂા. અને ત્યારબાદ તેમના મિત્રો પાસેથી રૂા ૩૯,૨૮, ૭૦૦ હાથ ઉછીના મેળવી બેન્ક એકાઉન્ટ મારફત પ્રતિભાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. પ્રતિભાએ થોડા સમયમાં ઇનામની રકમ મળશે એટલે ૩ કરોડ રૂપિયા આપી દેશે તેવી વાત કરી હતી. કાનાએ તેના ભાઇ રાજાને પ્રતિભા તેની સાથે ફ્રોડ કરી રહી હોવાનું જણાવવા છતાં તે માનવા તૈયાર થયો ન હતો અને ત્યારબાદ એ પ્રકારના અન્ય સર્ટીફિકેટ પણ વોટસએપમાં બતાવતા અંતે ફ્રોડ થયો હોવાનું જણાતા મૂકબધીર રાજાભાઇ હતાશ થઇ ગયા હતા.

ત્યારબાદ કાનાભાઇએ પ્રતિભાના વોટસએપ નંબર મેળવીને મેસેજ તથા વીડિયોકોલથી વાતચીત કરતા તે પ્રતિભા પણ રાજાની જેમ જ મૂકબધીર હોવાનું જાણવા મળ્યુ હતુ અને ઇનામની રકમ મળશે તેમાંથી ૩ કરોડ રૂપિયા આપી દેશે તેમ સાંકેતિક ભાષામાં વાત કરી હતી. ત્યારબાદ પણ પ્રતિભા સતત રાજા સાથે સંપર્કમાં હતી અને રૂપિયા આપી દેશે તેવી ખાત્રી આપતી હતી પરંતુ અંતે રાજાને થયુ કે હવે પૈસા પરત મળશે નહી અને પ્રતિભા તેની સાથે છેતરપીંડી કરી રહી છે રાજાભાઇએ જેની પાસેથી પૈસા લીધા હતા તેવા તેના મિત્રો પણ વિનંતિ કરીને રૂપિયા પરત આપવા માંગ કરતા હતા. આથી અંતે કાનાભાઇએ પ્રતિભા સામે ૪૪,૧૨,૪૦૦ની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે