પોરબંદર ખાતે સ્વાતંત્ર્ય સેનાની ના પરિવારજનો નો સન્માન સમારોહ યોજાયો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર જિલ્લાના અનસંગ હીરો-સ્વાતંત્રતા સેનાનીના પરિવારજનોનો સન્માન સમારોહ કાર્યક્રમ જિલ્લા કલેકટરનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન-૧ સભાખંડ ખાતે યોજાયો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને ઉજાગર કરવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર સેનાનીઓના સંઘર્ષના પરિણામે આપણને આઝાદી મળી છે.જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર, નાયબ પોલીસ અધિક્ષક રૂતુ રાબા,જિલ્લા યુવા વિકાસ અધિકારી વીરેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનોને સાલ ઓઢાડી, મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. ભારત દેશને સ્વતંત્ર કરવામાં યોગદાન આપનાર પોરબંદર જિલ્લાના અંનસંગ હીરો સ્વાતંત્ર્ય સેનાની સ્વર્ગસ્થ શ્રી મથુરદાસ ગોરધનદાસ ભૂપ્તાના પૌત્ર (૧) કમલેશભાઈ દિલીપભાઈ ભૂપ્તા (૨) ધર્મેશભાઈ રમણીકભાઈ ભૂપ્તાનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

				
															














