Wednesday, December 4, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં નવીબંદર ખારવા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

પોરબંદરમાં નવીબંદર ખારવા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો જેમાં કોમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરવા અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવા અપીલ કરવામાં આવી છે.

પોરબંદરના શ્રી નવીબંદર ખારવા વિદ્યાર્થી મંડળ ટ્રસ્ટ દ્વારા ૨૪ મો વિદ્યાર્થી પ્રોત્સાહન સમારોહ સ્ટેટ લાઈબ્રેરી ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.જેમાં નવીબંદર ખારવા જ્ઞાતિના પ્રમુખ કાંતિભાઈ કાણકીયા અને પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ શિયાળના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં પોરબંદર-છાંયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળની ઉપસ્થિતિ પ્રેરક બની હતી. ડો.ચેતનાબેન તિવારીએ વિદ્યાર્થીઓને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જેમાં વડાપ્રધાનના પરીક્ષા પે ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને વિદ્યાર્થીઓને જરૂરી મદદ કરવાની પણ ખાત્રી આપી હતી.

આ તકે સાંદિપની આશ્રમના આચાર્ય ભરતભાઈએ દીપપ્રાગટ્ય કરાવી શ્લોકનું ઉચ્ચારણ કર્યું હતું.તેમજ વિદ્યાર્થીઓ ભણી ગણીને કયા કયા સ્થાન પર પહોંચે છે તેના ઉદાહરણ આપી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.આ સન્માન સમારોહમાં ધો.૧૦ થી ગ્રેજ્યુએશન અને ડિગ્રી ડિપ્લોમા એમ.સી.એ. એમ.બી.એ. અને ફિઝિયોથેરાપીમાં અવ્વલ આવેલ વિદ્યાર્થીઓને શીલ્ડ ઇનામ રોકડ તથા અન્ય ભેટ સોગાતો આપી બિરદાવવામાં આવ્યા હતા. ખારવા જ્ઞાતિના સભ્યોએ બહોળી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સવ વધાર્યો હતો. તેમજ રંગોળી હરીફાઈ અને ચિત્રકામ હરીફાઈના વિજેતાને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થી મંડળના પ્રમુખ પરષોત્તમભાઈ વઢિયા ઉપપ્રમુખ ભરતભાઈ ચૌહાણ દ્વારા આ પ્રોગ્રામને સફળ બનાવવા બદલ વિદ્યાર્થી મંડળની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ આ સન્માન સમારંભને સફળ બનાવવા બદલ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ સમારોહમાં જણાવાયું હતું કે,કોઈપણ કાર્યમાં સિદ્ધિ સફળતા પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્નો,ત્યાગ, સમર્પણ ઉત્સાહની જરૂર પડે છે. આપણા સમાજના જે વિદ્યાર્થીમિત્રોએ શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી છે.એની પાછળ એમની મહેનત છુપાયેલી છે.આપણા વિદ્યાર્થીઓએ મહામહેનતે સફળતા પ્રાપ્ત કરી સમાજનું નામ રોશન કરી પોતાનું કર્તવ્ય પૂરું કર્યું છે. હવે આપણા સૌની ફરજ બને છે કે આપણે આ વિદ્યાર્થીઓની સિદ્ધિઓને બિરદાવીએ અને તેમને પ્રોત્સાહિત કરીએ કોઈપણ વ્યક્તિ, કોઈપણ કુટુંબ, કોઈપણ સમાજની પ્રગતિ શિક્ષણના વિકાસ પર આધારિત છે. શિક્ષણના વિકાસ વગર પ્રગતિ શક્ય નથી.

વિદ્યાર્થીઓના આ સન્માન કાર્યક્રમમાં દ્વારા આપણે આપણા સમાજમાં શિક્ષણના વિકાસ માટે પ્રયત્ન કરવાનો છે. આપને કદાચ પ્રશ્ન થશે કે આપણા જેવા સામાન્ય માણસ આમાં શું યોગદાન આપી શકે?તો આપ સૌની મોટી સંખ્યામાં હાજરી વિદ્યાર્થીઓનો વધુ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરશે, તેમનો ઉત્સાહ વધારશે, આપનું બાળક પણ આ કાર્યક્રમ જોઈ અભ્યાસ પ્રત્યે જાગૃત બનશે. તેમજ આપણો સમાજ શૈક્ષણિક ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી રહ્યો છે તેનો પણ ખ્યાલ આવશે આપણા સમાજને અંધશ્રદ્ધા,અજ્ઞાનતા અને યુવાનીમાં ભોગ લેતા વ્યસનોને તિલાંજલી આપવી હોય તો આપણે શિક્ષણ ઉપર ભાર મુકવો જ પડશે અંગ્રેજી ભાષાનું ઘણું જ મહત્વ છે. આપણી માતૃભાષા ગુજરાતી છે.કોમ્પ્યુટર અને મોબાઈલના યુગમાં તેમજ ઉચ્ચ અભ્યાસ માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન અનિવાર્ય છે પ્રોફેશનલ કેરિયરની અંદર આજે શિક્ષણની ભાષા અંગ્રેજી છે. જેથી ભવિષ્યમાં આપણી માતૃભાષા ગુજરાતીની સાથે અંગ્રેજી ભાષાનું જ્ઞાન પણ વિદ્યાર્થીઓને મળી રહે તેવા પ્રયત્નો વાલીઓએ કરવા જોઈએ.

પોરબંદર શ્રી નવીબંદર ખારવા વિદ્યાર્થી મંડળ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ પી.ટી.વઢિયા, ઉપપ્રમુખ ભરતભાઈ ચૌહાણ, મંત્રી રમેશભાઈ ચૌહાણ, નવીનભાઈ પરમાર, દીપકભાઈ વઢીયા, નારણભાઈ જેબર, દિવ્યેશભાઇ જેબર, ચિરાગ વઢીયા, મિતેશ સલેટ, પિયુષ ભુતિયા, પરષોત્તમભાઈ ચૌહાણ ભીખુભાઈ ચામડીયા, વેલજીભાઈ વરવાડીયા, જીજ્ઞાબેન કિશોર ઉપસ્થિત રહ્યા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે