Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

બરડા અભયારણ્ય વિસ્તાર માં વાડી માં વીજશોક મુકવા અંગે ખેડૂત સામે ગુન્હો નોંધાયો

પોરબંદર ના બરડા અભયારણ્ય માં વાડી માં વીજશોક મુકવા અંગે ખેડૂત સામે ગુન્હો નોંધી વન વિભાગે રૂ ૩૦ હજાર નો દંડ વસુલ કર્યો છે.

પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્રાજ ના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧૩ ના રોજ વન વિભાગ, પોલીસ તથા પીજીવીસીએલનો સ્ટાફ બિલેશ્વર રાઉન્ડની આશીયાપાટ બીટના બરડા અભ્યારણ્ય જંગલ વિસ્તારમાં સંયુકત પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બરડા અભ્યારણ્ય જંગલ વિસ્તારની બોર્ડર પર હનુમાનગઢ ગામના ભુખીયા વાડી વિસ્તારમાં માલીકીના ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી તેમા વિજ પ્રવાહ પસાર કરી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોક મુકવા બાબતે નો ગુનો શોધી કાઢવામાં આવ્યો હતો. અને હનુમાનગઢ ગામે રહેતા વાડી માલિક કેતન રામભાઇ ગોઢાણીયા સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમની જોગવાઇ મુજબ ગુનો નોંધી અને ગુના અન્વયે રૂા. ૩૦,૦૦૦ દંડ વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે