પોરબંદર ના બરડા અભયારણ્ય માં વાડી માં વીજશોક મુકવા અંગે વધુ ૨ ખેડૂત સામે ગુન્હો નોંધી વન વિભાગે રૂ ૨૦-૨૦ હજાર નો દંડ પણ વસુલ કર્યો છે.
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્રાજના સીધા માર્ગદર્શન હેઠળ તા.૧૬ ના રોજ વન વિભાગના સ્ટાફ દ્વારા વહેલી સવારે પેટ્રોલીગ દરમ્યાન બરડા અભ્યારણ્યના રાણાવાવ રાઉન્ડની સાતસેરડા બીટના ખંભાળા ગામના વાડી વિસ્તાર તથા બિલેશ્વર રાઉન્ડની આશીયાપાટ બીટના બિલેશ્વર ગામના વાડી વિસ્તારમાંના બે સ્થળોએ માલીકીના ખેતરમાં ખુલ્લો લોખંડનો વાયર બાંધી તેમા વિજ પ્રવાહ પસાર કરી ગેરકાયદેસર ઇલેકટ્રીક શોક મુકવા બાબતેનો ગુનો શોધી કાઢવામાં આવ્યો હતો જેમાં રણજીત સુકા ઓડેદરા રે. ખંભાળા તથા જીજ્ઞેષ હીરાભાઇ મોરી રે. બિલેશ્વર સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમની જોગવાઇ મુજબ ગુનો નોધી બન્ને પાસેથી કુલ મળી રૂા. ૪૦,૦૦૦ દંડ પેટે વસુલવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.