પોરબંદરના અડવાણા ગામે રહેતી ૩૫ વર્ષીય પરીણીતાનું હ્રદયરોગના હુમલાથી મોત થતા અરેરાટી વ્યાપી છે.
હાલ માં યુવા વયે હ્રદયરોગ ના હુમલા ના કારણે મોત ના બનાવ વધી રહ્યા છે. ત્યારે પોરબંદરના અડવાણા ગામે ગઢ વિસ્તારમાં આવેલા ગરેજા ફળીમાં રહેતા શાંતિબેન ખીમાભાઈ ઓડેદરા (ઉવ ૩૫)નામની મહિલાને ઉલ્ટી અને ગભરામણ તેમજ છાતી માં દુખાવો ઉપડતા અડવાણાના સરકારી દવાખાને સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમની વધુ તબિયત લથડી હતી અને ઓચિંતો હ્રદય રોગનો હુમલો આવતા તે ત્યાં જ ઢળી પડ્યા હતા. ત્યારે ડોક્ટર દ્વારા તપાસવામાં આવતા તેનું મોત થયા નું સામે આવ્યું હતું. બનાવ ના પગલે નાના એવા ગામમાં શોકનું ફરી વળ્યું છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.