પોરબંદરમાં ચક્ષુદાની પ્રવૃત્તિ વેગવંતી બની છે ત્યારે એક એવો કિસ્સો જાણવા મળ્યો છે જેમાં ચક્ષુદાનને કારણે પુના રહેતા 15 વર્ષના બાળકની એક આંખને રોશની મળી છે અને બીજી આંખની કીકી ખરાબ હોવાથી થોડા સમયમાં એ આંખને પણ ઉજાસ મળશે ત્યારે ચક્ષુદાનની પ્રવૃત્તિ ને વધુ વેગવંતી બનાવવા અપીલ કરવામાં આવી છે.
કીકી ખરાબ થવાથી બન્ને આંખે અંધ થયેલ પૂનાનાં એક ૧૫ વર્ષનાં બાળકને “સર્જન” પરિવારની માતૃ સંસ્થા સી.એસ.સામરીયા રેડ ફોસ ઇટરનેશનલ ચક્ષુ બેંકનાં ચેરમેન ગૌતમભાઈ મજમુદારે મોકલેલી ચક્ષુદાનથી મળેલી કીકીનાં સફળ પ્રત્યારોપણનાં ઓપરેશનથી ફરી દ્રષ્ટિ મેળવી છે. આ બાળક કે જે બન્ને આંખે કીકી ખરાબ થવાથી અંધ હતો એ ફરી દેખતો થયો છે. “સર્જન” પરિવાર, રેડ ફોસ આઇ બેંક અને ચક્ષુદાતા પરિવારોને જાણે આપણે ફરી દેખતાં થયા હોય એટલો દિલને આનંદ અને સંતોષ થાય છે.
આ અને આવાં લાખો અંધને ફરી દ્રષ્ટિ આપવાનાં ઉમદા કાર્યમાં પોરબંદરનાં બધાજ આમાં મદદરૂપ થાય, કડીરૂપ બને તો આપણે આપણા અંધ ભાઈ-બહેનોનું અંધત્વ દૂર કરવા માટે ઘણું કરી શકીએ.અંધ થવાનું એક કારણ કીકીનું અપારદર્શક થવું છે. ઈન્ફેકશનથી, પોષણક્ષમ ખોરાકનાં અભાવે, ઈજા થવાથી વગેરે કારણોને લીધે કીકી ખરાબ થતી હોય છે. ભારતમાં લાખો કોર્નિયલ બ્લાઇન્ડ અંધ વસે છે.
કીકી ખરાબ થવાથી થયેલાં અંધની અપારદર્શક કીકી દૂર કરી ચક્ષુદાનથી મળેલી આંખની પારદર્શક કીકી ઓપરેશન કરી બેસાડી દેવાથી જ એ ફરી દેખતાં થાય છે. એટલે કે કીકી બદલ્યા સિવાય આવા અંધને ફરી દ્રષ્ટિ આપી શકાતી જ નથી. ચક્ષુદાન એ એકમાત્ર ઉપાય છે.કોઈને વિચાર આવે કે શું ચક્ષુદાનથી મળેલ આંખોનો બરાબર ઉપયોગ થતો હશે? ચક્ષુદાનનો વિચાર ઘરે ઘરે પહોંચાડી, સમયસર ચક્ષુદાન લઇ, કોલ્ડ-ચેઇન જાળવી, ઉપયોગમાં લેવાતી કીકી આઇ બોલમાંથી કટ કરી યોગ્ય ટેસ્ટીંગ કરી જરૂરિયાતવાળા અંધ માટે સર્જનને પહોંચાડીએ તો એ અંઘ ફરી દ્રસ્ટિ પામે છે. જે ઉમદા ભાવનાથી પરિવાર ચક્ષુદાન આપે છે – એનો ૧૦૦% ઉપયોગ થાય તોજ ચક્ષુદાતા પરિવારને અને ચક્ષુદાન સ્વિકારનાર સંસ્થાને સમાજનું કઇક સારૂ કર્યુ કર્યાનો દીલથી સંતેષ થાય. ચક્ષુદાન, સ્કિનદાન, દેહદાન અને અંગદાન એ દિલનાં સંતોષ માટે થતી પ્રવૃત્તિ છે અને દાન સ્વિકારનારને સમાજ માટે કંઇક સારૂ કર્યાનો જે આત્મ-સંતોષ મળે છે એ ફક્ત અનુભવી જ શકાય-વર્ણવી ન શકાય. અને જે ભરોસો સમાજ “સર્જન” પરિવાર પર રાખીને આવાં ઉમદા દાન માટે નિમીત્ત બનાવે છે તે ૧૦૦% જળવાય તેવાં સંકલ્પ સાથે અમે આગળ વધી રહયા છીએ.
અંધને દ્રષ્ટિ મળ્યાનાં ઘણાં ઉદાહરણો છે, પોરબંદરમાં દર મહિને આશરે ૧૦૦થી વધુ મૃત્યુ થતા હશે, પણ ચક્ષુદાન ફકત ૧૦ થી ૧૫ પરિવારો જ આપે છે. નાશવંત શરીર તો પોતપોતાની પરંપરા મુજબ અગ્ની-સંસ્કાર, દફનવિધી કે સમાધી વગેરે કર્યા બાદ છેવટે પંચ મહાભુતમાં વિલીન થઈ જાય છે. કોઇ અંધશ્રધ્ધાને કારણે શરીરનો સંપૂર્ણ નાશ કરવાને બદલે, એ અંધશ્રધ્ધામાંથી બહાર આવી,અંધને ચક્ષુદાન આપી તેના અંધત્વને દુર કરવા જેવું મોટુ પુણ્યનું કાર્ય બીજું એક પણ ન હોઇ શકે. વિદાય લેતા આપણાં સ્વજનનો આત્મા પણ એનાથી વધુ શાંતિ પામે. “સર્જન” પરિવારની પ્રભુને મૃત્યુદર ઘટાદવા પ્રાર્થના, પણ બધાને અપીલ છે કે મૃત્યુ થાય જ તો ચક્ષુદાનનો દર વધારો. એના માટે જરૂર છે પોરબંદર જિલ્લામાં નેત્રદાન, સ્કિન ડોનેશન અને દેહદાન કરવા માટે સર્જન પરિવારનાં ડૉ. નીતિન પોપટ : ૯૪૨૬૨૪૧૦૦૧ / ૯૩૨૮૦૬૬૮૬૮ પર ૨૪ કલાક – ૩૬૫ દિવસનો સંપર્ક કરવો.