બખરલા ગામે રહેતી ૧૪ વર્ષીય પરપ્રાંતીય સગીરા ને ગર્ભ રહી ગયા બાદ તબિયત લથડતા સારવાર માટે પોરબંદર ની લેડી હોસ્પીટલે ખસેડવામાં આવી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના બખરલા ગામે ૧૪ વર્ષીય પરપ્રાંતીય સગીરા ને ૪ માસ નો ગર્ભ રહી ગયો હતો. અને ગત રાત્રે તેની તબિયત લથડતા સારવાર માટે પોરબંદર ની લેડી હોસ્પીટલે ખસેડવામાં આવી હતી. જે મામલે હોસ્પિટલ ના સત્તાવાળાને જાણ થતા તેઓએ આ અંગે પોલીસ ને જાણ કરી હતી. આથી પોલીસે ઊંડાણપૂર્વક સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સગીરા ની તબિયત લથડ્યા બાદ લેડી હોસ્પીટલે સારવાર માં લાવ્યા બાદ જ તેને ૪ માસ નો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે તેના પરિવારજનો પણ અજાણ હોવાથી સગીરા પર કોણે દુષ્કર્મ આચર્યું છે. તે મામલે પોલીસ દ્વારા તપાસ ના ચક્રો ગતિમાન કરાયા છે.