Sunday, December 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના વિસાવાડા ગામે ૧૪ વર્ષની કિશોરી અને ૧૮ વર્ષના યુવાન નો આપઘાત

પોરબંદર ના વિસાવાડા ગામે મધ્યપ્રદેશ થી ભાગી આવેલ ૧૪ વર્ષીય કિશોરી અને ૧૮ વર્ષના યુવાનની શોધમાં પોલીસ સગીરાના પિતાને સાથે રાખીને તપાસ કરવા આવતા બન્ને એ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ યુવાને તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી ગઈ છે.

મધ્યપ્રદેશના ખરગોન જીલ્લાના બડવા તાલુકાના દશેરા મેદાનમાં રહેતા રઘુભાઈ હુકુમભાઈ પ્રજાપતિ(ઉવ ૩૯)એ મિયાણી મરીન પોલીસ મથક માં જાહેર કરેલી વિગત મુજબ તેની પુત્રી પ્રિયાંશી પ્રજાપતિ(ઉ.વ.૧૪) અને ખરગોન જીલ્લાના બગડા ખુર્દ ગામે રહેતા રાહુલ ઓમકાર ચંદેલા (ઉવ ૧૮)એ બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા તેઓ પરિવારજનો અને અન્ય કોઈને જાણ કર્યા વગર અઢી માસ પહેલા ભાગીને વિસાવાડા ગામે રહેવા આવી ગયા હતા. આથી સગીરાના પિતા રઘુભાઈએ મધ્યપ્રદેશ પોલીસમાં પુત્રીનું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસ દ્વારા લોકેશન મેળવવામાં આવતા તેઓ વિસાવાડા વિસ્તારમાં હોવાનું તપાસમાં સામે આવતા પોલીસ સગીરાના પિતાને સાથે લઈને મધ્યપ્રદેશથી વિસાવાડા તપાસ માટે આવી પહોંચી હતી.

તેથી પિતા અને પોલીસ વિસાવાડા ગામે આવ્યા હોવાની માહિતી પ્રિયાંશી અને રાહુલને થઇ જતા બન્નેએ પોતાની મેળે ઝેરી દવા પી લીધી હતી. અને પ્રિયાંશી નું ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેના વૃક્ષની નીચે મોત થયું હતું. ત્યારબાદ પોલીસે રાહુલની શોધખોળ હાથ ધરતા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આવેલ તળાવમાંથી તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તેણે ઝેરી દવા પીધા પછી તળાવમાં ઝંપલાવ્યું હોવાનું ખુલ્યું હતું.

આથી પોલીસે રાહુલના મૃતદેહને બહાર કાઢ્યા પછી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલે લવાયો હતો. તથા પ્રિયાંશીની લાશના પીએમ બાદ ત્યારબાદ અંતિમવિધિ માટે તેના વતન મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જયારે રાહુલના પરિવારજનો પણ મૃતદેહનો કબ્જો લેવા પોરબંદર આવવા રવાના થયા છે.

સગીરા નો મૃતદેહ મળતા પોલીસ ગોટે ચડી
પ્રથમ પ્રિયાંશી નો મૃતદેહ વૃક્ષ નીચેથી મળી આવતા તેણે આત્મહત્યા કરી છે. કે તેની હત્યા થઇ છે તે અંગે પણ પોલીસે તપાસ શરુ કરી હતી. અને રાહુલ ગુમ થયા નું સામે આવતા પ્રિયાંશી ના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે પોરબંદર લવાયા પછી રાહુલ ની શોધખોળ હાથ ધરાઈ હતી. અને નજીકના તળાવમાંથી જ તેનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના પરિવારજનો ને પણ જાણ કરી હતી.

પરપ્રાંતીય ની નોંધણી કરાવવામાં ખેડૂતો ની ઉદાસીનતા
પોરબંદર પંથક માં મોટી સંખ્યા માં પરપ્રાંતીય શ્રમિકો ખેતમજુરી અર્થે આવતા હોય છે. તેની માહિતી અને ડોક્યુમેન્ટ પોલીસ ને આપવા ફરજીયાત હોવા છતાં અનેક ખેડૂતો તે મામલે ઉદાસીનતા દાખવતા હોય છે. ત્યારે આ મામલે પણ જો બન્ને ના દસ્તાવેજ પોલીસ ને આપી અગાઉ થી જાણ કરાઈ હોત તો બન્ને ના જીવ બચી જાત તેવું પણ પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે