મંડેર ગામે નરાધમ શિક્ષકે ૧૨ વર્ષીય માસુમ વિદ્યાર્થીની ને ધમકી આપી ચાર ચાર વખત દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથક માં ચકચાર મચી છે. પોલીસે બનાવ ની ગંભીરતા ને ધ્યાને લઇ આરોપી ની તુરંત અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઘેડ પંથક ના મંડેર ગામે રહેતી મહિલા એ માધવપુર પોલીસ મથક માં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે મંગળવારે સવારે તેની ૧૨ વર્ષ ૧૦ માસ ની પુત્રી ને શાળા એ જવાનો સમય થતા તેઓએ પૂછતા પુત્રી એ શાળા એ જવાનો ઇન્કાર કરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હતી. આથી મહિલા એ તેનું કારણ પૂછતા બાળકી એ રડતા રડતા એવું જણાવ્યું હતું કે તેની શાળા નો શિક્ષક વિપુલ ગોહેલ તેની સાથે ખરાબ કામ કરતો હોવાથી ભણવા જવુ નથી. તેથી મહિલા એ ખરાબ કામ અંગે પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે ર૬મી જાન્યુઆરી પહેલા બુધવાર તા.૨૨ના દીવસે વિપુલ તેનો હાથ પકડી સ્કુલની બિલ્ડીંગના બીજા માળે લઇ જઈ તેને માસીક આવે છે. તેમ પૂછતા બાળકી એ ના પાડી હતી. ત્યાર બાદ વિપુલ શરીરે તથા છાતીના ભાગે હાથ ફેરવવા લાગતા બાળકી એ આમ કરવાની ના પાડતા શિક્ષકે બાળકી ના મોઢા ઉપર હાથ રાખી “ રાડો નાખતી નહી. નહીતર અહી મેડી ઉપરથી તને નીચે ફેકી દઇશ” તેમ કહી બળજબરીથી કપડા કાઢી નીચે સુવડાવી ખરાબ કામ કર્યું હતું.
બીજા દિવસે પણ સ્કુલની બિલ્ડીંગના બીજા માળે લઇ જઈ ફરીથી બળજબરી થી ખરાબ કામ કર્યું હતું. અને તે પછી બીજા દીવસે પણ અલગ-અલગ સમયે બે વખત ખરાબ કામ કર્યું હતું. અને “જો આ વાત કોઇને પણ કરીશ તો હુ તને મેડી ઉપરથી નીચે ફેંકીને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપતા બાળકી ગભરાઈ જતા કોઈ ને વાત કરી ન હતી. બાળકી ની વિતકકથા સાંભળી મહિલા પણ ચોંકી ઉઠી હતી. અને તુરંત સમગ્ર પરિવાર ને જાણ કરી હતી. અને સમાજ ના એવાનો ને પણ જાણ કરી હતી.
ત્યાર બાદ બધા શાળા ના આચર્ય ને મળવા ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી. અને તુરંત નરાધમ શિક્ષક વિપુલ ને પકડી પોલીસ મથક ખાતે વધુ પુછપરછ અર્થે લાવી હતી. અને બાળકી ની માતા એ ફરીયાદી બની શિક્ષક સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ ના પગલે મંડેર સહીત ઘેડ પંથક માં શિક્ષક સામે ભારે રોષ જોવા મળે છે. ૪૦ વર્ષીય નરાધમ શિક્ષક મંડેર ની શાળા માં ધો ૬ થી ૮ ના મદદનીશ શિક્ષક તરીકે ૧૯-૧૨-૨૪ થી ફરજ બજાવે છે. અને શિક્ષક તરીકે ૨૦૧૭ માં શિક્ષણ વિભાગ માં જોડાયો હોવાનું જાણવા મળે છે. ત્યારે તેણે અન્ય કોઈ બાળકી સાથે પણ આવું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘેડ પંથકમાં બનેલા આ બનાવે ભારે ચકચાર જગાવી છે અને સરકાર બેટી બચાવો યોજના ના 10 વર્ષના ગાણા ગાઈ રહી છે. ત્યારે જ આ પ્રકારનો બનાવ બનતા શિક્ષક ઉપર ફિટકાર વરસી રહ્યો છે અને તેનું સરઘસ કાઢવામાં આવે અને સરભરા કરવામાં આવે તેવી માંગણી થઈ છે. ચોકાવનારી વાત એ છે કે રાજ્ય સરકાર બેટી બચાવો બેટી પઢાવો ની 10 વર્ષની ઉજવણીની યશો ગાથા ગાઈ રહી છે ત્યારે જ શાળાની અંદર આ પ્રકારનો નીચ કક્ષાનો બનાવ બનતા શિક્ષક ઉપર ફિટકાર વરસાવવામાં આવ્યો છે.