પોરબંદરમાં જિલ્લાકક્ષાની બે દિવસીય ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે.
પોરબંદરમાં જિલ્લાકક્ષાની ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે. સ્વ. હરિહર સુરાણી સ્મૃતિઓપન પોરબંદર જિલ્લા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું તા.૩૦/૧૨/૨૩ થી તા.૩૧/૧૨/૨૩ દરમિયાન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા આયોજિત તેમજ ૧૯૯૨ ના જે તે વખતના ગુ.વિદ્યુત બોર્ડના કર્મચારી હેમંત લાખાણીની પ્રેરણાથી તેમજ તે વખતના અન્ય કર્મચારીઓના આર્થિક સહયોગથી ૧૯૯૨ થી સતત રમાતી આ ટુર્નામેન્ટ આ વખતે આશા કિડ્સ વર્ડઝ અને નટવરસિંહજી ક્લબ-પોરબંદર ખાતે કુલ નીચે મુજબની ૧૦ કેટેગરીમાં તા.૩૦ અને ૩૧ ડિસેમ્બર- ૨૦૨૩ ના સ્વ. હરિહર સુરાણી સ્મૃતિ ઓપન પોરબંદર જિલ્લા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
કેટેગરી મિની કેડેટ બોયઝ (અંડર-૧૧), મિની કેડેટ ગર્લ્સ(અંડર-૧૧), સબ જુનિયર બોયઝ (અંડર-૧૩), સબ જુનિયર ગર્લ્સ(અંડર-૧૩), જુનિયર બોયઝ (અંડર-૧૫), જુનિયર ગર્લ્સ(અંડર-૧૫), યુથ બોયઝ (અંડર- ૧૯), યુથ ગર્લ્સ(અંડર-૧૯), મેન્સ સિંગલ્સ, વુમન્સ સિંગલ્સ .
ઉપરોક્ત ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા તેમજ રમતવીરોને નીચેના સરનામે પોતાની એન્ટ્રી તા.૨૮/૧૨/૨૦૨૩ સુધીમાં લખાવી દેવા પોરબંદર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના પદાધિકારીઓની સંયુક્ત યાદીમાં જણાવવામાં આવેલ છે.
૧) અશોક સોઢા-આશા કિડ્સ વર્લ્ડ્ઝ
મો.૯૯૧૩૭૯૬૧૪૭
૨) સચિન એરડા-સાંદીપનિ સ્કુલ
મો.૯૭૨૫૮૭૯૪૦૦
૩) સંદીપ મશરૂ.જી.વી.સી.એલ.કચેરી
મો.૯૬૦૧૮૪૯૧૨૮
ઉપરોક્ત ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે હેમંત લાખાણી,સંજય ઉપાધ્યાય,ધર્મેન્દ્ર રાઠોડ,સંદીપ મશરૂ,પ્રશાંત દિક્ષિત,સચિન એરડા તેમજ અશોક સોઢા જહેમત ઉઠાવી રહ્યા છે.