Thursday, October 31, 2024

|| तुम रक्षक काहू को डरना ||

જેસીઆઈ પોરબંદરની ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો

જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ) પોરબંદર વ્યક્તિત્વ વિકાસ અને સામાજિક કાર્યો માટે એક દસકો પૂર્ણ કરી શહેરની અગ્રીમ હરોળની સંસ્થા બની ચુકી છે, ત્યારે જેસીઆઈ પોરબંદરના વર્ષ 2024ના પ્રમુખ અને ટીમના સભ્યોનો તન્ના હોલ ખાતે શપથવિધિ સમારોહ યોજાયો હતો. નવનિયુક્ત પ્રમુખ તરીકે આકાશ ગોંદીયા, સેક્રેટરી રાધેશ દાસાણી અને સમગ્ર ટીમે પોરબંદરને વર્ષ દરમિયાન સુંદર કાર્યક્રમોની ભેટ આપવાનો કોલ આપ્યો હતો.

■ એક દસકો સફળતા પૂર્વક પૂર્ણ :
પોરબંદરમાં વર્ષ 2014માં લાખણશી ગોરાણીયાના નેતૃત્વ હેઠળ જેસીઆઈ પોરબંદર પ્લસની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી બિરાજ કોટેચા, સંજય કારીયા, કલ્પેશ અમલાણી, સંદીપ કાનાણી, તેજશ બાપોદરા, નિલેશ જોગીયા, હાર્દિક મોનાણી, રોનક દાસાણી અને સાહિલ કોટેચા સહિત પ્રમુખોએ જેસીઆઈ પોરબંદરને સુંદર નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આમ દસ વર્ષની મંજીલ કાપી ચુકેલી આ સંસ્થાના દરેક પ્રમુખોના અથાગ પ્રયત્નો અને સમગ્ર ટીમના સુંદર સંકલનથી પોરબંદરને અનેકવિધ કાર્યક્રમોની ભેટ આપી છે. આ ઉપરાંત જેસીઆઈ પોરબંદરના આઠ જેટલા સભ્યો ઝોન કક્ષાએ જુદા જુદા હોદ્દાઓ ઉપર સેવા આપી ચુક્યા છે, તથા લાખણશી ગોરાણીયા અને બિરાજ કોટેચાએ રાષ્ટ્રીય કક્ષાએ પણ નેતૃત્વ કરી પોરબંદરનું નામ રોશન કર્યું છે. આમ જેસીઆઈ પોરબંદરે દસ વર્ષની સફરમાં શહેરના સામાજિક સ્તરને ઊંચું લાવે તેવી પ્રવૃત્તિઓના માધ્યમથી સામાજિક નેતૃત્વમાં સફળતા પ્રાપ્ત કરી પોરબંદરનું ગૌરવ વધાર્યું છે.

■ વર્ષ 2024ની જેસીઆઈ ટીમ :
જેસીઆઈ પોરબંદર પ્લસની વર્ષ 2024ના પ્રમુખ તરીકે આકાશ ગોંદીયા, સેક્રેટરી રાધેશ દાસાણી, જોઈન્ટ સેક્રેટરી વિવેક લાખાણી, ખજાનચી કેતન પટેલ, સહ ખજાનચી સમીર ધોયડા, ઉપપ્રમુખ પ્રિન્સ લાખાણી, પ્રતિક લાખાણી, દર્શિત કોટેચા, ભાવેશ તન્ના, રુચિત ગંધા, મિત ઠકરાર, ડિરેકટર અલ્કેશ બુદ્ધદેવ, સુમિત સલેટ, રાહુલ લાખાણી, પ્રતિપાલ રાયજાદા, ઇવેન્ટ પ્રમોશન ઓફિસર ઋષિ બુદ્ધદેવ, કેતન કંટારીયા, બોર્ડ મેમ્બર્સ દિલીપ ગંધા, હરેશ રાડીયા, આતિયા કારાવદરા, નિતેશ ચાવડા, તેજશ છાયા, પ્રિતેશ મોઢા, સમીર રાણીગા, ઉજ્જવલ લાખાણી, ચંદ્રેશ મદલાણી, રાજેશ રામાણી, નારણ સલેટ, વિશાલ લાખાણી, અંકિત દત્તાણી, મિતુલ દાસાણી, ડો. વિજય ઓડેદરા, ડો. કિશન રૂઘાણી, વીનેશ લોઢારી, પાર્થ દત્તા, કેવલ પટેલ, આનંદ કક્કડ, અંકિત દત્તાણી, તુષાર એરડા, અર્જુન કોટેચા, જીત ઠકરાર, સ્નેહીલ લાખાણી, ધૈવત વિઠલાણી, ઉત્સવ મજીઠીયા, પ્રોજેકટ એડવાઇઝર ડો. રાજેશ કોટેચા.

■ મહાનુભાવોની ઉપસ્થિતિ:
જેસીઆઈ પોરબંદરના શપથવિધિ સમારોહમાં પોરબંદર નગરપાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, પોરબંદર જેસીઝના પૂર્વ પ્રમુખ રામદેવભાઈ મોઢવાડીયા, ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ અનિલભાઈ કારીયા, જેસીઆઈ ઇન્ડિયા ફાઇનાન્સ કમિટીના મેમ્બર બિરાજ કોટેચા, ઝોન ઉપપ્રમુખ રોનક દાસાણી વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી જેસીઆઈની નવનિયુક્ત ટીમને વર્ષ 2024ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. શપથવિધિ સમારોહને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાર્દિક મોનાણીએ કર્યું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે