નડીયાદ ખાતે આયોજિત રાજ્યકક્ષા ના સેલીબ્રલ પાલ્સી ખેલ મહાકુંભમાં પોરબંદર ની દિવ્યાંગ વિદ્યાર્થીની પ્રથમ આવતા કોલેજ ખાતે તેનું સન્માન કરી બિરદાવવામાં આવી હતી.
તાજેતરમાં નડિયાદ મુકામે સેલીબર પાલ્સી ખેલ મહાકુંભનું આયોજન થયેલ હતું. જેમાં ડો. વી. આર. ગોઢાણિયા મહિલા કોલેજ, પોરબંદરના વિદ્યાર્થીની કુ. શ્રીયાબેન ભરતકુમાર પાઠકએ ભાગ લીધેલ હતો. અને જેવેલીન થ્રો (બરછી ફેંક) સ્પર્ધામાં રાજય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેઓ ગોઢાણિયા કોલેજમાં એફ.વાય.બી.એ. (ગુજરાતી મેજર) આર્ટસમાં અભ્યાસ કરે છે અને કોલેજનું નામ રોશન કરેલ છે. આ પહેલાં બે વખત રાજય કક્ષાએ અન્ય રમતોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી દરેક સ્પર્ધામાં રૂ. ૧૦,૦૦૦/- (દસ હજાર) રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ હતા.
તેમના પિતાશ્રી ભરતકુમાર એચ. પાઠક પોરબંદર મુકામે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (કલાસ-૨) તરીકે ફરજ બજાવતા હતા. જે હાલ નિવૃત છે. તેમના માતુશ્રી શ્રીમતિ દક્ષાબેન પાઠક ગૃહિણી છે અને હાલ વનાણા મુકામે રહે છે.આ વિદ્યાર્થીનીના અભ્યાસ માટે વનાણાથી રીક્ષામાં માતાપિતા બંને કોલેજે સાથે આવે છે અને તેની પ્રગતી માટે સતત પ્રયત્નશીલ છે.
આવી કઠીન પરિસ્થિતિમાં પણ પોતાનો અભ્યાસક્રમ અને અન્ય પ્રવૃતિ ચાલુ રાખવા બદલ વિદ્યાર્થીની શ્રીયાબેન અને તેની સંપૂર્ણ જવાબદારી નિભાવવા બદલ તેના માતા-પિતાને શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણિયા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા, બી.એડ. કોલેજના ડાયરેકટર ઈશ્વરભાઈ ભરડા, એકેડમીક ટ્રસ્ટી હિનાબેન ઓડેદરા, ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. કેતન શાહે વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવ્યા હતા.