Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે સાંસદ રામભાઈ મોકરિયા પરિવાર દ્વારા અબોટી બ્રહ્મ સમાજના ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા પોરબંદરમાં સાંદિપની ખાતે અબોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન ઉત્સવ યોજાશે. તેના માટે નામ નોંધણી શરૂ કરવામાં આવી છે. અને દીકરીઓને જરૂરીઓ તમામ કરિયાવર મોકરીયા પરિવાર દ્વારા આપવામાં આવશે રાજકોટમાં યોજાનાર ભાગવત કથા અને સમુહ લગ્ન બાદ પોરબંદરમાં આ આયોજન થશે.

રાજકોટમાં ભાગવત સપ્તાહ- લગ્નોત્સવનું ભવ્ય આયોજન
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય “ભાઈશ્રી” શ્રી રમેશભાઈ ઓઝાના સ્વમુખે તા.17/1/2024 થી તા.24/1/2024 શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન રાજકોટ ખાતે રામભાઇ મોકરીયા પરિવાર દ્રારા કરવામાં આવ્યું છે. તો સૌ જ્ઞાતિજનોને ભાવભીનું જાહેર આમંત્રણ છે.શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત સર્વજ્ઞાતિની ગરીબ માતા પિતાની દીકરી કે માતા પિતા વિહોણી ૨૭ દિકરીઓના સમૂહ લગ્નનું આયોજન તા ૨૩/૦૧/૨૪ ના રોજ ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. તેમાં ૨૭ દીકરીઓને ઘરસંસાર માટે જરૂરી એવો સંપૂર્ણ કરિયાવર રામભાઇ મોકરીયા પરિવાર તરફથી આપવામાં આવશે.શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત દરરોજ સવારે જરૂરિયાતમંદ લોકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓની રાહતો જેવીકે PMJY, શ્રમ કાર્ડ, વિશ્વકર્મા કાર્ડ,આયુષ્યમાન કાર્ડ વિગેરે ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય કેમ્પ, નેત્ર નિદાન કેમ્પ વિગેરે યોજાવાના છે, તેમજ મતદાર નોંધણીનું કાર્ય કરવામાં આવશે. બાદ બપોરના ૪ થી સાંજે ૭.૩૦ સુધી કથા રસપાન અને સાંજના ભોજન પ્રસાદ અને રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.શ્રીમદ ભાગવત સપ્તાહનું સ્થળ રાજકોટ“અયોધ્યા નગરી” (રેસકોર્સ ગ્રાઉન્ડ)છે.

પોરબંદર ખાતે અબોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્નનુ આયોજન
આ નિમિત્તે કથા પૂર્ણાહુતિ બાદ અબોટી બ્રહ્મ સમાજના સમૂહ લગ્નનું પણ પોરબંદર ખાતે આયોજન કરવામાં આવેલ છે. તા ૪/૨/૨૦૨૪-રવિવાર તિથી પોષ વદ નોમ ના રોજ સાંદિપની આશ્રમ ખાતે પરમ પૂજ્ય “ભાઇશ્રી” શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં કરવામાં આવ્યું છે. તેની નામ નોંધણી માટેનું ફોર્મ નીચેના ગામ અને સ્થળ ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે. તો સર્વે અબોટી બ્રહ્મ સમાજના જ્ઞાતિજનોને આ સમૂહ લગ્નમાં જોડાવવા જાહેર આમંત્રણ છે. આ સમુહલગ્નમાં જોડાવવા માટે વાલીઓ નીચે દર્શાવેલ ગામ અને સ્થળ પર નામ નોંધાવી શકશે. દિકરીઓનો જરુરી એવો સંપૂર્ણ કરિયાવર રામભાઇ મોકરીયા પરિવાર તરફથી આપવામાં આવશે. અબોટી બ્રહ્મ સમાજના જ્ઞાતિના દરેક ગામમાં જ્ઞાતિજનોને મોકરીયા પરિવાર રૂબરૂ જાહેર આમંત્રણ પાઠવવા આવશે.

નામ નોંધાવવા માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો

મોકર ગામમાં ખીમજીભાઇ માવાભાઈ શિયાણી 98796 04848 વાલજીભાઈ કાનજીભાઈ શિયાણી 99789 39978, રાજુ હંસરાજ પોરીયા 98797 36612 શ્રી મોકર ગૌશાળા સમિતિ ઓફિસ, મોકર.પોરબંદરમાં પુષ્પાબેન પોરીયા 95372 02608, રામભાઈ લાખાણા 98252 52590 શ્રી મારુતીનંદન બિલ્ડીંગ,શ્રી મારુતી કુરિયરની બાજુમાં, હોટલ હાર્મની પાસે, પોરબંદર.ટુકડામાં લાલજીભાઈ કાનજીભાઈ ટુકડીયા 98259 52150નાથાભાઈ લીલાભાઈ ટુકડીયા 94292 20426 શ્રી અબોટી બ્રહ્મ સમાજ વાડી, ટુકડા-ગોસા.રાણાવાવમાં ભાણજીભાઈ શિયાણી 94284 89000 વિવેક ઈલેક્ટ્રીક એન્ડ નાઈટ ડેકોરેશન શ્રી રામ પેટ્રોલ પંપ સામે પોરબંદર રોડ,અમદાવાદ ગાંધીનગર માં યોગેશભાઈ જોશી 93270 61539 શ્રી મારુતી કુરિયર સર્વિસ પ્રા.લી., સેક્ટર ૧૧, ગાંધીનગર. ભાણજીભાઈ મોકરીયા 98252 18243 મારુતી હાઉસ,બલવાસ હોટેલની બાજુમાં, દિલ્હી ગેઇટ ચાર રસ્તા,સુરત. પર નામ નોંધાવી શકશે શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન તથા પોરબંદર ખાતે સમૂહલગ્નમાં જોડાવવા માટે સર્વે જ્ઞાતિજનોને ભાવભર્યું જાહેર આમંત્રણ છે .તેમ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજકોટ ખાતે ભવ્યાતિભવ્ય કથા યોજાશે ;જાણો કથા ની વિશેષતા
રાજય સભાના સાસંદ અને સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બહમસમાજના અગ્રણી રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા આગામી જાન્યુઆરી માસમાં 17 થી 24 દરમ્યાન સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ ના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સુપ્રધ્ધિ ભાગવત કથાકાર પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત જ્ઞાન સપ્તાહનુ આયોજન કરવામાં આવેલ છે ત્યારે મોકરીયા પરિવાર આયોજીત આ ભાગવત સપ્તાહ અંગે પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં રામભાઈ મોકરીયાએ જણાવ્યુ હતુ કે રાજકોટની ધરા ઉપર પુજ્ય ભાઈશ્રીના મુખેથી ભાગવત કથાનું રસપાન કરવાનો રાજકોટ વાસીઓને એક અમુલ્ય અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું અને મોકરીયા પરિવાર આ કથા માટે નિમિત બન્યા છીએ. આ અંતર્ગત વધુ માહિતી આપતા સાંસદ રામભાઈ મોકરીયા જણાવ્યુ હતું કે રેસર્કોષ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જગ્યામાં અદ્યતન સમીયાણો ઉભો કરવામાં આવશે અને વાંગમય સ્વરૂપ એવા ભાવગતજી માટે એક સુંદર વ્યાસપીઠ તૈયાર કરવામાં આવશે તેમજ ભાગવતના પ્રસંગોને આબેહુબ ચિત્રો તૈયાર કરવામાં આવશે.

તેમજ આ કથા માટેના અંદાજે 1 લાખથી વધુ પત્રિકાઓ રવાના કરવામાં આવશે તેમજ 25 હજારથી વધુ કંકોત્રીઓ રવાના કરવામાં આવશે તેમજ 25 હજાર લોકો આ ભાગવત કથાનું રસપાન કરી શકે તે માટે બેઠક વ્યવસ્થા ગોઠવામાં આવેલ છે. તેમજ આ સમયાણામાં અલગ અલગ ઋષિમુનીઓ અને દેવતાઓના નામથી ખંડ બનાવવામાં આવશે. તેમજ રાજકોટના દુર દુરના વિસ્તારોમાંથી વડિલો કથાનું રસપાન કરવા આવે અને તેમને આવવા જવા માટેની અવડતા ન પડે તે માટે અને ધૂનમંડળના બહેનો ને આવવા જવા માટે બસની સ્પેશ્યલ વ્યવસ્થા ગોઠવામાં આવશે આ કથામાં સાધુ સંતો રાજકીય આગેવાનો વિવિધ સમાજના અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે અને દરરોજ સાંજે 4 વાગે કથાનો પ્રારંભ અને સાંજે 7 વાગ્યે સમાપન બાદ તમામ ભાવિકો ભકતો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે આ અંતર્ગત વધુ માહિતી આપતા રામભાઈ મોકરીયાએ જણાવેલ છે કે ભાગવત કથાએ જીવ અને શીવનું મીલન કરનારી કથા છે. આ કથા માણસના જીવનમાં આદિ વ્યાથી અને ઉપાધીને મટાડનારી કથા છે. ત્યારે આ કથામાં દરરોજ રાત્રે ભવ્યાતી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવમાં આવેલ છે. જેમો જાણીતા સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા લોકડાયરો હસાયરો તેમજ શ્રીનાથજી ઝાંખીનો ભવ્ય ક્રાર્યકમ યોજાશે

આ કથાના માધ્યમથી જરૂરીયાતમંદ લોકોને કેન્દ્ર સરકાર અને રાજય સરકારનો લાભ મળે અને પ્રાથમીક જરૂરિયાત પૂર્ણ થાય તેવા આશયથી દરરોજ સવારે સેવા સેતુ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ સમીયાણામાં અદ્યતન એલઈડીની વ્યવ્થા કરવામાં આવશે અને સોશ્યલ મીડીયાના માધ્યમથી દેશ વિદેશ અને જન જન સુધી પહોચે તે માટે અદ્યતન ટેકલોજીનો ઉયોગગ કરવામાં આવશે. અંતમાં સાંસદ રામભાઈ મોકરીયા જણાવ્યુ હતુ કે પુજય ભાઈશ્રીની આ ભાગવત કથામાં વિવિધ પ્રસંગોનું ધામધુમથી ઉજવણી કરવામાં આવશે જેમાં ખાસ કરીને પોથી યાત્રા ગપણતીસ્થાપન પુજન,ગોર્વધન પુજન, રુક્ષ્મણી વિવાહ, નૃષીહ જન્મ, વામન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમજ કથા સ્થળ પર ડોકટરોની ટીમ, તેમજ એમ્બ્યુલન્સ , ફાયર બ્રીગેડ તેમજ ઈમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે. આ કથામાં વિવિધ સમીતીઓની રચના કરવાંમાં આવેલ છે અને તેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી હોવાનું પણ પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં રામભાઈ એ જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે