Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના શ્રી શાંતિનાથ જિનાલયના જીર્ણોધ્ધાર માટે આરસ શીલાઓનું થશે પૂજન સ્થાપન

પોરબંદરના શાંતિનાથ જીનાલયના જીર્ણોધ્ધાર માટે શુક્રવારે કાર્યક્રમ યોજાવાનો છે. તે પૂર્વે સમારોહમાં હાજરી આપવા માટે જૈન મુનીઓ એ પગલા પાડતા તેમના દર્શનાર્થે મોટી સંખ્યા માં જૈન જૈનેતરો ઉમટી પડ્યા હતા.

પોરબંદરના શાંતિનાથ જીનાલયના જીર્ણોધ્ધાર માટે શુક્રવારે કાર્યક્રમ યોજાવાનો છે. તે પૂર્વે સમારોહમાં હાજરી આપવા માટે પરમ પૂજય પંન્યાસ શ્રી જિનધર્મવિજયજી મહારાજ વગેરે સકળસંઘ સાથે પધાર્યા હતાં. તેઓ શ્રી શાંતિનાથ જીનાલયથી નીકળી જૈન સકળ સંઘ સાથે વાજતે ગાજતે પ.પૂ.ગુરુદેવના સથવારે સંદિપભાઈ દોશીના ઉદ્યાગેનગરમા આવેલા ઘરે પગલા પાડ્યા હતા. તથા તેમના નિવાસ સ્થાને જ રાત્રીના સ્થિરતા કરી હતી. તેમજ નવકારશી કરી પ્રવચન ફરમાવ્યુ હતું.

તેમના દર્શનાર્થે જૈન સમાજ ના લોકો મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા. અને દર્શન તથા વંદનનો લાભ લીધો હતો. આવતીકાલે તા ૧ ને શુક્રવાર ના રોજ પરમ પૂજય પંન્યાસપ્રવર વજ્રસેનવિજયજી મહારાજની દિવ્ય કૃપાથી પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ મનમોહનસુરીશ્વરજી મહારાજ તથા પરમ પૂજય આચાર્ય દેવ શ્રીમદ્ હેમપ્રભુસૂરિશ્વરજી મહારાજની અમી દ્રષ્ટિથી પરમ પૂજય પંન્યાસ શ્રી જિનધર્મવિજયજી મહારાજ આદિ સાધુ-સાધ્વી મહારાજની શુભ નિશ્રામાં શ્રી શાંતિનાથ જિનાલય ના જીર્ણોધ્ધાર માટે આરસ શીલાઓ નું પૂજન થશે. જેમાં સવારે ૫:૩૦ વાગ્યે સ્નાત્ર પૂજા, ૬ વાગ્યે નવગ્રહ પૂજન, ૬:૩૦ વાગ્યે દિકપાલ પૂજન, ૬:૪૫ અષ્ટમંગલ પૂજન, ૭:૦૦ વાગ્યે શિલાની વિધિ વગેરે યોજાશે પ્રથમ આરસ મુકવાની આ ક્ષણોના સાક્ષી બનવા જૈન સમાજ ના લોકોને જૈન શ્વેતાંબર તપાગચ્છ સંઘ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે