મહેર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પોરબંદરના આંગણે નવા વર્ષને આવકારવા પ્રથમ વખત સમસ્ત મહેર સમાજનું સ્નેહ મિલનનું આયોજન લાભ પાંચમ ને તા.૧૮/૧૧/૨૦૨૩ને શનિવારના રોજ ઝુંડાળા મહેર સમાજ ખાતે રાખવામાં આવેલ હતું.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ અરશીભાઇ ખુંટી તેમજ ઉપપ્રમુખ રામભાઈ ઓડેદરાના પ્રયાસોથી પોરબંદર વિસ્તારના વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ મહેર સમાજ સાથે સંકલન કરી જ્ઞાતિના સર્વાંગી વિકાસમાં એકબીજાને મદદરૂપ બની કાર્ય કરવાની પહેલ કરવામાં આવેલ છે જેમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા સાથે શ્રી મહેર શક્તિ સેના, શ્રી મહેર હિત રક્ષક સમિતિ, શ્રી બરડા વિકાસ સમિતિ, શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિ, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા, શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દેગામ મહેર સમાજ, બોખીરા મહેર સમાજ, છાયા મહેર સમાજ, રાણાવાવ મહેર સમાજ, કુતિયાણા મહેર સમાજ, શ્રી મહેર મહિલા વિકાસ મંડળ, શ્રી મહેર શક્તિ સેના મહિલા મંડળ સહિતની સંસ્થાઓના સાથ સહકાર સાથે પોરબંદર ખાતે પ્રથમ વખત સમસ્ત મહેર સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવેલ હતું.
નવા વર્ષની વધામણીના ભાગરૂપે યોજાયેલ સ્નેહ મિલનની શરૂઆતમાં પૂજ્ય માલદેવ બાપુની સુક્ષ્મ હાજરીમાં ઝુંડાળા બોર્ડીંગ ખાતે તેમની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી સ્નેહ મિલનની શરૂઆત કરવામાં આવેલ હતી. કાર્યક્રમની શરૂઆતમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ સામાજિક સંસ્થાના સંકલન સમિતિના અધ્યક્ષ અરશીભાઇ ખુંટી દ્વારા આજના નવા વર્ષના સ્નેહ મિલનમાં દરેક સંસ્થા તેમજ સમાજના હોદ્દેદારો, જ્ઞાતિ અગ્રણીઓ, રાજકીય હોદ્દેદારો, તેમજ ભાઈઓ-બહેનોનું શબ્દોથી સ્વાગત સહ સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
નુતનવર્ષાભિનંદન કાર્યક્રમમાં શ્રી ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રવક્તા ડો. ભરતભાઈ ચૌહાણ ઘેડ વિકાસ સમિતિની પ્રવૃતિઓનો પરિચય આપી ઉપસ્થિત સૌ વડીલો, જ્ઞાતિ અગ્રણીઓ સહીત સંસ્થાના હોદેદારોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી મહેર શક્તિ સેનાના પ્રવક્તા રાણાભાઇ ઓડેદરા દ્વારા નવા વર્ષની શુભકામના પાઠવી જ્ઞાતિના સર્વાંગી વિકાસ માટે સૌએ સંગઠિત થઇ નવા વર્ષમાં સારા વિચારો સાથે જ્ઞાતિ કાર્યોને આગળ ધપાવવા અનુરોધ કરેલ. શ્રી મહેર હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ જેઠાભાઈ ઓડેદરા દ્વારા નૂતન વર્ષના અભિનંદન પાઠવી જ્ઞાતિના સંગઠનને વધુને વધુ મજબુત બનાવવા સૌનો સાથ સહકાર મળતો રહેશે એવી અપીલ કરી હતી. શ્રી બરડા વિકાસ સમિતિના અને દેગામ મહેર સમાજના પ્રમુખ ભીમભાઈ સુંડાવદરા એ સમાજમાં પરિવારની ભાવના વધે અને એકબીજાથી નજીક આવી નવા વર્ષને વધાવી જ્ઞાતિમાં ભાઈચારો અને પ્રેમ વધે તેવા પ્રયાસો કરવા જોઈએ અને નવા વર્ષની શરૂઆત સારા કાર્યોથી કરી જ્ઞાતિ એકતાને પ્રબળ બનાવવા સૌને શુભકામના પાઠવી હતી.
શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળાના પ્રમુખ બાબુભાઈ બોખીરીયા દ્વારા સૌને નવાવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. નવા વર્ષના અવસરે સૌને વ્યસન મુક્ત બનવા અને સૌ સાથે મળી પરિવાર, સમાજ અને દેશને સંગઠિત કરી વિકાસના કાર્યોને આગળ ધપાવવા સૌને અપીલ કરી હતી.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના શુભકામના વક્તવ્યમાં સૌને નવા વર્ષના અભિનંદન પાઠવી નવા વર્ષના સંકલ્પના ભાગરૂપે આપણામાં રહેલ સ્વને ઓળખી આપણી નબળાઈઓ તેમજ અધુરપને ઓળખી તેને દુર કરી સૌ સાથે મળી, એકમેકના સાથ સહકારથી જ્ઞાતિ થી રાષ્ટ્રને વિકાસ તરફ દોરી જવા આહ્વાન કરેલ
શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ઓડેદરાએ નુતનવર્ષના અભિનંદન પાઠવી જ્ઞાતિમાં એકતા અને સંગઠનની ભાવના વધી રહી છે અને સમાજની દરેક સંસ્થાઓ એક સંપ થઈને કાર્ય કરે અને જ્ઞાતિના વિકાસની પ્રવૃતિઓમાં યુવાનો જોડાઈએ મહત્વનું છે સાથે જ્ઞાતિની સંસ્થાઓના બિલ્ડીંગઓની જાળવણી સાથે જ્ઞાતિના શૈક્ષણિક વિકાસનું મહત્વ સમજાવતી સંસ્થાના કાર્ય કરતા રહેવા આહ્વાન કરેલ છે.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયાએ જ્ઞાતિની દરેક સામાજિક સંસ્થાને સાંકળીને યોજવામાં આવેલ સમસ્ત મહેર સમાજના સ્નેહ મિલનને આવકારી મજબુત જ્ઞાતિ સંગઠન પર ભાર મૂકી હાજર સૌને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. નવાવર્ષની શરૂઆતમાં નવા વિચારો સાથે જ્ઞાતિના વિકાસ માટે યોગ્ય દિશામાં કાર્યો થાય તે માટે સંકલ્પ કરવાનું આહ્વાન કરી જ્ઞાતિમાં આવેલ સમૃદ્ધિને શિક્ષણ તરફ વાળી છેવાડાના ગામજનોને જોડી જ્ઞાતિના સર્વાંગી વિકાસનો સંકલ્પ કરવા જણાવેલ
શ્રી મહેર શક્તિ સેનાના મહિલા મંડળ માંથી શ્રીમતિ મંજુલાબેન બાપોદરાએ નવા વર્ષને આવકારવા યોજાયેલ સ્નેહ મિલનમાં સૌને શુભકામના પાઠવી હતી પૂજ્ય માલદેવ બાપુએ આપેલા શિક્ષણ અને સંગઠનના સુત્રને સાર્થક કરવા સૌને જ્ઞાતિ હિતના કાર્યમાં જોડાવાની અપીલ કરી હતી. શ્રી મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભૂતિયાએ નવા વર્ષની સૌને શુભકામના પાઠવી જ્ઞાતિના સત્કાર્યો માં સૌને સહભાગી બનવા અપીલ કરી હતી.
લંડનથી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ નવા વર્ષને આવકારવા યોજાયેલ સમાજની વિવિધ સામાજિક સંસ્થા અને મહેર સમાજ ના હોદ્દેદારો તેમજ જ્ઞાતિજનો ને શુભકામના સંદેશો પાઠવી પોરબંદર ખાતે પ્રથમ વખત યોજાયેલ સ્નેહ મિલનના આયોજન માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા સમાજની દરેક સંસ્થા સાથે મળી જ્ઞાતિના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પ્રયત્નશીલ બને અને દરેક જ્ઞાતિનો વિકાસ તેના મજબુત સંગઠન અને એકતા પર રહેલો છે તો આવો આજે જ આ નવા વર્ષની શરૂઆતમાં સંકલ્પ કરીએ કે જ્ઞાતિની સર્વે સામાજિક સંસ્થાઓ સમાજના મજબુત સંગઠન અને એકતા માટે સમર્પિત થઇ સૌ સાથે મળીને કાર્ય કરીએ.
નિર્વાણધામ આશ્રમથી પરમાત્માનંદગીરીજી એ નવા વર્ષની શુભકામના પાઠવી નવા વર્ષના સંકલ્પ ના ભાગરૂપે મતભેદ હોય શકે પરંતુ મનભેદ ન થાય તે વાતની કાળજી રાખવી સમાજમાં તેમજ જ્ઞાતિજનો પ્રત્યે સ્નેહ રાખી સમાજના સત્કાર્યોમાં સહભાગી બનીએ એવી પ્રભુ સમક્ષ પ્રાર્થના કરી પોતે નવા વર્ષની શુભકામના પાઠવી હતી.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ સામાજિક સંસ્થાના સંકલન સમિતિના અધ્યક્ષ રામભાઈ ઓડેદરા એ આભારવિધિમાં જણાવેલ કે પોરબંદર ખાતે સમસ્ત મહેર સમાજના પ્રથમ નુતન વર્ષ સ્નેહમિલનમાં હાજર રહેલ રાજકીય અગ્રણીઓ, તમામ સંસ્થાના હોદ્દેદારો, જ્ઞાતિ આગેવાનો તથા ભાઈઓ-બહેનોનો આભાર વ્યક્ત કરી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ માં લીરબાઇ આઈના ચરણોમાં વંદન સાથે દર વર્ષે સમાજની બધીજ સામાજિક સંસ્થાઓ સાથે મળી સંયુક્ત સ્નેહ મિલનનું આયોજન થાય એવી પ્રાર્થના કરી સૌનો આભાર વ્યક્ત કાર્યો હતો.
પૂર્વ સાંસદ સભ્ય ભરતભાઈ ઓડેદરા, પૂર્વ કેબીનેટ મંત્રી તથા માલદેવ રાણા કેશવાલા મહેર સમાજના પ્રમુખ બાબુભાઈ બોખીરીયા, પોરબંદર વિસ્તારના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રાણાવાવ નિર્વાણ ધામ યોગ આશ્રમના પરમાત્માનંદગીરીજી, શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા,જીલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, રમેશભાઈ ઓડેદરા (પટેલ), હાથીયાભાઈ ખુંટી, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજશીભાઇ પરમાર, હરભમભાઈ કેશવાલા, છાયા મહેર સમાજના પ્રમુખ ભીમભાઈ ઓડેદરા, મહામંત્રી બચુભાઈ આંત્રોલીયા, ઉપપ્રમુખ લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ બી. મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખીસ્તરીયા, રામભાઈ ઓડેદરા, અરશીભાઇ ખુંટી
ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ટ્રસ્ટીઓ પરબતભાઈ ઓડેદરા,અરજનભાઈ બાપોદરા (ગાંડાબાપા), જયેન્દ્રભાઈ ખુંટી, દેવાભાઈ ભૂતિયા, ઝુંડાળા મહેર સમાજના ઉપપ્રમુખ સામતભાઈ ઓડેદરા, વિક્રમભાઈ ઓડેદરા તેમજ ખીમભાઈ રાણાવાયા, શ્રી મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા, પ્રવક્તા રાણાભાઇ ઓડેદરા, સમાધાન સમિતિના અધ્યક્ષ પ્રિ.નવઘણભાઈ મોઢવાડિયા, મંજુલાબેન બાપોદરા સહિતના સભ્યો, મહેર હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ જેઠાભાઈ ઓડેદરા, દેવદાસભાઈ ઓડેદરા સહિતના સભ્યો, રાણાવાવ મહેર સમાજના પ્રમુખ જેસાભાઈ બોખીરીયા, બરડા વિકાસ સમિતિ તથા દેગામ મહેર સમાજના પ્રમુખ ભીમભાઈ સુંડાવદરા સહિતના સભ્યો, ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર, ડો. ભરતભાઈ ચૌહાણ સહિતના સભ્યો, જીલ્લા પંચાયત, કારોબારી સમિતીના અધ્યક્ષ આવડાભાઈ ઓડેદરા,
પોરબંદર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, રેડક્રોસ સોસાયટીના પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા, અરજનભાઈ ભૂતિયા, મશરીજીભાઈ ઓડેદરા, રાણાભાઇ શીડા, નાગાજણભાઈ ઓડેદરા, કેશુભાઈ ગરેજા, દેવાભાઈ ઓડેદરા, ખીમભાઈ બાપોદરા, ડો. ભરતભાઈ આગઠ, અરભમભાઈ સુંડાવદરા, અનિલભાઈ ઓડેદરા, માંડણભાઈ સુંડાવદરા, વિરમભાઇ પરમાર, પોપટભાઈ કારાવદરા, બાબુભાઈ કારાવદરા, જુનાગઢ મહેર સમાજમાંથી રાજુભાઈ ઓડેદરા, ધીરુભાઈ દાસા, રામભાઈ ભૂતિયા, ભીમભાઈ ગોરસિયા, કિરીટભાઈ મોઢવાડિયા, અજયભાઈ બાપોદરા, હરદાસભાઈ કેશવાલા, કરશનભાઈ ચૌહાણ, કરશનભાઈ ઓડેદરા, સમીરભાઈ ઓડેદરા, પોપટભાઈ ખુંટી, મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ શ્રીમતિ રમાબેન ભૂતિયા, ઉપપ્રમુખ શ્રીમતી મંજુબેન કારાવદરા તેમજ સાથી બહેનો સહિતના મહેર જ્ઞાતિના ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી તેમજ દર વર્ષે આ જ રીતે સમાજની દરેક સંસ્થા અને સમાજ એક સાથે મળી અખંડ જ્ઞાતિ ભાવના સાથે નવા વર્ષના સ્નેહ મિલનના આયોજન માટે એક સુર વ્યક્ત કર્યો હતો.