પોરબંદર
પોરબંદર ના બળેજ ગામે પીજીવીસીએલ અને ખાણખનીજ વિભાગે દરોડો પાડી સ્થળ પર થી ૪૦ લાખ ની વીજચોરી ઝડપી ૩ ચકરડી મશીન પણ કબજે કર્યા છે.અને ખનીજચોરી અંગે ખાણખનીજ વિભાગે સર્વે ની કામગીરી હાથ ધરી છે.
પોરબંદર ના ઘેડ પંથકમાં પીજીવીસીએલનાં માધવપુર સબ ડીવીઝન વિસ્તારોમાં ખાણો માં વીજચોરી થતી હોવાની માહિતી મળતા પોરબંદર પીજીવીસીએલ ની ટીમ દ્વારા રવિવારે પણ દરોડો પાડવામાં આવ્યો હતો.જેમાં બળેજ ગામે મસરી રાજા પરમાર નામના શખ્સે પથ્થરની ખાણમાં પીજીવીસીએલનાં ની લાઈન માં થી લંગરીયુ નાખી પોતાનું ખાનગી ટ્રાન્સફોર્મર ઉભું કર્યું હતું.
તેમાં કનેક્શન આપી ખનન પ્રવૃત્તિ માટે 25.425 કિલોવોટ લોડ ગેરકાયદેસર રીતે જોડીને વીજચોરી કરતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો.જેથી વીજચોરી બદલ મસરી ને રૂ. 40 લાખનું પાવરચોરીનું બિલ ફટકારવામાં આવશે.તેવું પીજીવીસીએલનાં અધિકારીઓએ જણાવ્યું હતું.તો બીજી તરફ ખાણ ખનીજ વિભાગની ટીમે તપાસ હાથ ધરતા આ ખાણમાં ગેરકાયદેસર બિલ્ડીંગ લાઈમ સ્ટોન નું ખનન ચાલુ હોવાનું સામે આવતા સ્થળ પર થી 3 ચકરડી મશીન કબ્જે કરી સર્વે ની કામગીરી હાથ ધરી છે.