Thursday, July 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી ૨૬ જાન્યુઆરી સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે

પોરબંદર જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે જેની તૈયારી માટે બેઠક યોજાઈ હતી.

પોરબંદર જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બરથી યોજાનારી વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કે. ડી.લાખાણીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ મીટીંગ હૉલ ખાતે બેઠક યોજાઇ હતી.

પોરબંદર જિલ્લામાં આગામી ૨૨ નવેમ્બર થી ૨૬ જાન્યુઆરી,૨૦૨૪ સુધી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જેમાં ગ્રામ્ય કક્ષાએ જિલ્લાને બે રથ ફાળવવામાં આવ્યા છે. આ રથ જિલ્લાના તમામ ગામોમાં ભ્રમણ કરી વિવિધ યોજનાઓથી લોકોને લાભાન્વિત કરશે તેમજ સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે તમામ તૈયારીઓ હાથ ધરવા તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહે તે રીતનું સુદ્રઢ આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, હર ઘર જલ- જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, નેનો ફર્ટીલાઇઝર યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન સમયે રથનું સ્વાગત, વડાપ્રધાનશ્રીનો વિડીયો સંદેશ, વિકસીત ભારતના સંકલ્પ લેવડાવવા સાથે શાળાના વિદ્યાર્થીઓ અને સ્થાનિક કલાકારો દ્વારા “ધરતી કહે પુકાર કે”, સ્વચ્છતા સહિતનાં વિષયો પર ગીતની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ કાર્યક્રમની રૂપરેખા વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ભ્રમણ કરશે અને રોજના બે ગામમાં રોકાણ કરશે. આ માટે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ અમલીકરણ સમિતિની રચના કરવાની સાથે નોડલ અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે.

બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર એમ.કે.જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રેખાબા સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા , પ્રાંત અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે