પોરબંદર પાલિકા ફૂડ વિભાગ દ્વારા દિવાળીના તહેવારો ને લઇ ને ઘી , મીઠાઇ, ફરસાણ સહિતની દુકાનો માંથી ખાધપદાર્થોના નમુના લીધા છે જયારે ચાર ધંધાર્થીઓને અસ્વચ્છતા બદલ દંડ પણ ફટકાર્યો છે.
પોરબંદરમાં દીવાળી ના તહેવારો ને લઇ ને મીઠાઈ અને ફરસાણ ના વેચાણ માં પણ અનેકગણો વધારો થશે .ઠેર ઠેર મીઠાઈ ફરસાણ ના હાટડા પણ ખુલ્યા છે.જેમાં વધુ નફો કમાઈ લેવા કેટલાક ધંધાર્થીઓ દ્વારા નબળી ગુણવતા ની ચીજવસ્તુઓ નો વપરાશ કરવામાં આવે છે.કેટલાક સ્થળો એ ભેળસેળ પણ કરવામાં આવે છે.આથી આવા તત્વો ને પકડી પાડવા પાલિકા ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. ફૂડ વિભાગ ના ઇન્સ્પેકટર વિજયભાઈ ઠકરાર ની આગેવાની માં ફૂડ ચેકિંગ ટીમ દ્વારા ખાદ્ય પદાર્થોના વેચાણ કરતા ધંધાર્થીઓ, લારીઓ, દૂધની ડેરીઓ, પ્રોવિઝન સ્ટોર, બેકરી, મીઠાઇ ફરસાણની દુકાનો,નાસ્તાગૃહ, રેસ્ટોરન્ટ તેમજ શાકભાજી, ફળોનું ચેકીંગ કરવામાં આવે છે.
ત્યારે ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરી છ દુકાનો એ થી મીઠાઈ,ઘી,ફરસાણ અને બેસન ના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. જે બરોડા અને થાણે ની લેબ ખાતે મોકલવામાં આવ્યા છે. એ સિવાય કડીયાપ્લોટમાં મેઈનરોડ પર આવેલી નેશનલ બેકરી અને બજરંગ ડેરી, વાડીપ્લોટમાં આવેલ રવિ કમલેશ જનરલ સ્ટોર, અને છાયામાં આવેલ ચામુંડા ફરસાણ વગેરે ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ દરમ્યાન ફૂડ સેફટી અંગેનું પાલન ન થતું હોવાથી તમામ ધંધાર્થીઓ પાસેથી રૂા.૧-૧ હજાર નો દંડ વસુલ કર્યો છે. આ કામગીરી આગામી દિવસો માં પણ ચાલુ રહેશે તેવું પાલિકા ના અધિકારીઓ એ જણાવ્યું છે.