પોરબંદરમાં જલારામ જન્મજયંતિ ઉજવવા તડામાર તૈયારીઓ થઇ રહી છે, લોહાણા મહાજન અંતર્ગતની બાવીસ સંસ્થાઓ દ્વારા ખભેખભા મિલાવીને આયોજન ને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
પોરબંદર શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવવા રઘુવંશી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે અંગે એક માસ પહેલાથી તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારીયા અને મહામંત્રી રાજેશભાઇ લાખાણીના માર્ગદર્શન હેઠળ ૨૨ થી વધુ સંસ્થાઓ ખભેખભો મિલાવી તૈયારી કરી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે ૧૯-૧૧-૨૦૨૩ ના દિવસે ભદ્રકાળી મંદિર નજીક આવેલ ભાણજી લવજી ઘી વાળા લોહાણા મહાજનવાડીએ થી બપોરે ત્રણ વાગ્યે અલૌકિક રથમાં જલારામ બાપા બિરાજશે અને નગર યાત્રા કરશે લોહાણા મહાજન વંડી એથી રામધુન મંદિર,હનુમાન ગુફા પોલીસ ચોકી,રાણીબાગ,માણેકચોક,શ્રીનાથજી હવેલીથી શીતળાચોક અને જલારામ મંદિરે મહાઆરતી થશે બાદ લોહાણા મહાજનવાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે લોહાણા સમાજની તમામ સંસ્થા અને યુવાનો, મહિલા મંડળ અને જલારામ ભક્તો તડામાર શોભાયાત્રા અને મહાઆરતી અને મહાપ્રસાદની તૈયારી કરી રહ્યા છે.