Friday, October 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જિલ્લાના તમામ હોટલ,ગેસ્ટહાઉસ,મુસાફરખાના,ધર્મશાળાના માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રી ‘પથિક’ સોફટવેર, પર કરવી ફરજીયાત


પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, પોરબંદરએ પોરબંદર જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના તમામ હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના/ધર્મશાળાના માલિકે ગ્રાહકની રજીસ્ટર એન્ટ્રીની સાથે દરેક હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના ધર્મશાળા ખાતે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેકટીવીટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું. જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘પથિક’ “Pathik Programme for Analysis of Travellers and Hotel Informatics” સોફટવેર ઇન્સ્ટોલ કરાવી રજીસ્ટરમાં થતી એન્ટ્રી આ સોફટવેરમાં પણ કરવા જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેથી પોરબંદર જિલ્લાની તમામ હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના/ધર્મશાળા ખાતે પ્રાંત/રાજય/દેશવિદેશથી આવતા તમામ મુસાફરોની વિગત આ ‘પથિક’ “Pathik Programme for Analysis of Travellers and Hotel Informatics” સોફટવેરમાં હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના/ધર્મશાળાના માલિક/સંચાલકે અવશ્ય કરવી.

    આ જાહેરનામું પ્રસિધ્ધ થયે સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે એસ.ઓ.જી. શાખા (એચએમપી  કોલોની, બંગલા નં.૦૩) પોરબંદર ખાતેથી હોટલ/ગેસ્ટહાઉસ/મુસાફરખાના/ધર્મશાળાના માલિક/સંચાલકએ હોટલ/ગેસ્ટહાઉસ/ મુસાફરખાના/ધર્મશાળાની વિગતો રજુ કરી યુઝર આઇડી – પાસવર્ડ તાત્કાલિક મેળવી લેવાના રહેશે.

     આ જાહેરનામું તા.૨૪/૧૨/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે