પોરબંદર નગરપાલિકામાં ગઈકાલે જુદી-જુદી કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે સેનિટેશન કમિટીના નવનિયુક્ત ચેરમેને શહેરીજનોને શહેર સ્વચ્છ રાખવાની અપીલ કરી છે અને તેની સાથો સાથ કોઈ પણ પ્રકારની અંગેની ફરિયાદ હોય તો તેમનો સંપર્ક સાધવા જણાવ્યું છે.
પોરબંદર નગરપાલિકાની સેનિટેશન કમિટીના નવનિયુક્ત ચેરમેન એવા છાયા ના યુવા આગેવાન લાખાભાઈ ભોજાભાઇ ખુટી કે જેઓ છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભોજાભાઇ કાનાભાઈ ખૂટી ના પુત્ર છે અને સભ્ય તરીકે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે ત્યારે તેમની સારી કામગીરીને ધ્યાનમાં લઈને સેનીટેશન કમિટીના ચેરમેનનો હોદ્દો સોંપવામાં આવ્યો છે તેથી તેમણે અપીલ કરતાં જણાવ્યું છે કે પોરબંદરને ખરા અર્થમાં ગાંધીભૂમિ બનાવીને સ્વચ્છ બનાવવા સૌ સાથે મળીને પ્રયત્નો કરી કરશો આમ છતાં ક્યારેય કોઈ પણ ગંદકી અંગેની સ્વચ્છતા અંગેની ફરિયાદ હોય તો તેમનો સંપર્ક સાધવા પણ અપીલ કરી છે.
તેમણે સ્વચ્છતા અંગે જણાવ્યું હતું કેઆ૫ણા જીવનમાં સ્વચ્છતાનું ઘણુ મહત્વ રહેલુ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં ૫વિત્રતા, સ્વચ્છતા ત્યાં દિવ્યતા, સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી વિગેરે જેવાં સુત્રો આ૫ણા જીવનમાં વણી લેવા જોઇએ. આ૫ણા રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંઘીજીએ તો એનાથી એક ડગલું આગળ વધીને કહયુ છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગાંધીજીના મતે સફાઈનો અર્થ સ-સર્વ વસ્તુનો, ફા- ફાયદાકારક, ઇ- ઈલાજ એવી સૂત્ર ભાવના હતી.મહાત્મા ગાંધીજી સ્વચ્છતા ના ખૂબ જ આગ્રહી હતા. આશ્રમના દરેક વ્યક્તિને તેમણે સ્વચ્છતા ના પાઠ શીખવ્યા હતા. આશ્રમવાસીઓ સાથે દરરોજ સવારે બાપુ પોતે ૫ણ સફાઇ કામમાં જોડાઇ જતા હતા.સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ રહેલો છે, સ્વચ્છતા બધે જ જરૂરી અને આવશ્યક છે. જેવી રીતે આ૫ણે આ૫ણું શરીર, દાંત, નાક, વાળ સ્વચ્છ અને સુંદર રાખીએ છીએ તેવી જ રીતે આ૫ણા જાહેર સ્થળો બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પુસ્તકાલય, શાળા-કોલેજ, ફેક્ટરી વિગેરે ૫ણ સ્વચ્છ અને સુઘડ રાખવા જોઇએ.
જ્યારે આપણે આપણી આસપાસ નજર કરીશું તો આપણને ખબર પડશે કે સ્વચ્છતા ની કેટલી અને ક્યાં જરૂર છે. કોઇ ૫ણ દેશના જીવનધોરણનું પ્રમાણ તે દેશની સ્વચ્છતા ૫રથી આંકી શકાય છે. આપણા પશ્ચિમી દેશો પર નજર કરીશું તો આપણને ખ્યાલ આવશે કે સ્વચ્છતા નું કેટલું મહત્વ છે. ત્યાંના રસ્તા એકદમ ચોખ્ખા અને સ્વચ્છ જોવા મળશે. રેતી, રજકણો જેવા સામાન્ય કચરો ૫ણ જોવા નહી મળે, તે પાછળનુ એક કારણ એ ૫ણ છે કે ત્યાં જાહેર સ્થળોએ ગંદકી કે થુકવા ૫ર ખુબ જ મોટો દંડ વસુલવામાં આવે છે. ૫રંતુ તે સાથે એ ૫ણ સ્વીકારવુ ૫ડે કે તે દેશોની પ્રજા સ્વચ્છતાની આગ્રહી ૫ણ છે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી.ભારતીય સંસ્કૃતિની સ્પષ્ટ વિચારધારા રહી છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં શુધ્ધતા છે; જ્યાં શુધ્ધતા છે ત્યાં પવિત્રતા છે; જ્યાં પવિત્રતા છે ત્યાં પ્રભુતા છે અને જ્યાં પ્રભુતા છે ત્યાં દિવ્યતા છે.
આવી દ્રઢ માન્યતા ધરાવતા આપણા દેશની આજે જે પરિસ્થિતી છે તે જોતાં શરમથી માથું ઝુકી જાય છે. એક સમય હતો કે જયારે આપણો દેશ “સોને કી ચિડીયાં” કહેવાતો હતો, જયાં સંપૂર્ણ સ્વચ્છતા, શુધ્ધતા, પવિત્રતા તેમજ દિવ્યતા હતી. આને કારણે તે સમયનો સમાજ સંપૂર્ણ સ્વસ્થ તેમજ સમૃધ્ધ હતો. પરંતુ આજે આપણે આપણા દેશની પરિસ્થિતી આનાથી કાંઇક વિપરીત જોઇ રહયા છીએ. સ્વચ્છતા અંગેની ફરિયાદ હોય તો ગમે ત્યારે લાખાભાઈ ખૂટીના મોબાઈલ નંબર 99090 08077 ઉપર સંપર્ક સાધી શકાય છે