શિવસેના પોરબંદર જિલ્લા દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. છ માસ પૂર્વે જિલ્લા પ્રમુખ અશોક થાનકી ના માર્ગદર્શનમાં નવી ટીમ રચાયા બાદ અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે શિવસેના દ્વારા પોરબંદરના ખેલૈયાઓ માટે ખાસ શરદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરની ચોપાટી ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ માં તારીખ 29 10 ને રવિવારના રોજ સાંજે 7 વાગ્યાથી આયોજન શરૂ કરવામાં આવશે જેમાં એન્ટ્રી તદ્દન ફ્રી રાખવામાં આવી છે. તો પોરબંદરમાં ખેલૈયાઓ માટે હજારો રૂપિયાના ઇનામોની વણઝાર પર રાખવામાં આવી છે. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપશે.
પોરબંદરના દરિયાકાંઠે શીતળ ચાંદનીના સાનિધ્યમાં જિલ્લા શિવ સેના શિવસેના લીગલ સેલ શિવસેનાની મહિલા પાંખ અને શિવસેનાની વિદ્યાર્થી પાંખ દ્વારા સંયુક્ત રીતે આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા પ્રમુખ અશોક થાનકી, પ્રોજેક્ટ ચેર પર્સન નેહા ઓડેદરા, પ્રોજેક્ટ ઇન્ચાર્જ પાયલબેન દવે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ બીપીન પંડ્યા અને મહિલા પાંખના શહેર ઉપપ્રમુખ શીતલબેન કાણકીયા સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે,
આ રાસોત્સવ માટે ખેલૈયાઓને ઓપેરા ઈલેક્ટ્રિકલ્સ સ્ટાર કેસેટ વાળી ગલી ખાખ ચોક ખાતેથી રમવા માટેના બેઝ મળી શકશે તેવું શિવસેના દ્વારા પાઠવેલ યાદીમાં જણાવ્યું છે તેમ જ ઓપન પોરબંદર ના આ શરદ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા શિવસેના દ્વારા એક યાદીમાં જણાવાયું છે