પોરબંદર લેડી હોસ્પિટલ ખાતે મહિલા ના અંડાશય માંથી ૩ કિલો વજન ની ૧૨ સેમી ની ગાંઠ ઓપરેશન કરી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી.
પોરબંદર માં એક મહિલા દર્દી અત્યંત પેટના દુખાવા સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવવા ગયા હતા. જ્યાં તેઓને અંડાશયમાં ગાંઠ હોવાથી વધુ સારવાર અર્થે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંચાલિત લેડી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અહીં ડો. વિશાખા લાખાણી દ્વારા સોનોગ્રાફી કરતા માલુમ પડ્યું હતું કે કે દર્દીને અંડાશયમાં આશરે 12 સેન્ટીમીટરની ગાંઠ હતી. તથા ગાંઠમાં વડ ચડી ગયું હતું. આથી તેનું તાત્કાલિક ધોરણે ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને ભારે જહેમત બાદ ૩ કિલો ની ગાંઠ કાઢવામાં આવી હતી.
અને દર્દી સ્વસ્થ થઇ જતા તેને રજા આપવામાં આવી હતી. મેડીકલ કોલેજ ના ડીન ડો શુશીલકુમારે જણાવ્યું હતું કે આ પ્રકારના ઓપરેશનમાં ગાંઠ ફૂટે નહીં તે રીતે બહાર કાઢવી ખૂબ જ જરૂરી છે, જેથી ગાંઠની અંદરનું લોહી શરીરના અંદરના બીજા અંગો પર ના પડે અને ના ફેલાય આ ઓપરેશનમાં એનેસ્થેશિયાની ટીમમાં ડો. હિરલ , ડો. રવિ અને ડો. મીરલ જોશી તથા ગાયનેક ની ટીમમાંથી ડો. વિશાખા લાખાણી, ડો. જય લાખાણી ડો. અમિત રાઠોડ અને ડો. સતીશે સાથે મળીને આ ઓપરેશન કુશળતાપૂર્વક પાર પાડી અને દર્દીનો જીવ બચાવ્યો હતો.