શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જ્ઞાતિની પરંપરાના ગૌરવના ભાગરૂપે નવરાત્રી રાસોત્સવના પ્રથમ નોરતાના દિવસે માં જગદંબા તથા માં લીરબાઇ આઇ ના આરાધના આરતી કરી ગરબા રજુ કરવામાં આવેલ હતા. મહેર સમાજના મણીયારા અને રાસડા આ રાસ દેશ વિદેશમાં સુપ્રસિધ્ધ છે સાથે જ્ઞાતિનો પહેરવેશ પણ આગવી ઓળખ ધરાવે છે. ત્યારે જ્ઞાતિના નાના ભુલકાથી લઇને બધા જ્ઞાતિજનો જ્ઞાતિના પરંપરાગત પહેરવેશમાં સાથે આવીને માતાજીના ગરબા રમતા હોય છે.
પ્રથમ નોરતાના દિવસે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા તથા મહામંત્રી બચુભાઇ આંત્રોલીયા, ઉપપ્રમુખ અરજનભાઇ ખીસ્તરીયા, નવઘણભાઇ બી. મોઢવાડીયા, તથા વજશીભાઇ (કારાભાઇ) કેશવાલા તથા ટ્રસ્ટમંડળના ટ્રસ્ટી જયેન્દ્રભાઇ ખુંટી તથા મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભુતિયા ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા સહિત સંસ્થાના કાર્યકર્તા ભાઇઓ-બહેનોની ઉપસ્થિતિમાં માતાજીની આરાધના આરતી કરેલ તેમજ ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
તાજેતરમાં સંસ્થાના પૂર્વ ઉપપ્રમુખ તેમજ ટ્રસ્ટીશ્રી સાજણભાઇ રામભાઇ ઓડેદરાના દુઃખદ અવસાન થતાં નોરતાના પ્રથમ દિવસે તેમને બે મીનીટનું મૌન સાથે શ્રધ્ધાંજલી પાઠવવામાં આવેલ હતી.
મહેર સમાજ માન, મર્યાદા અને શિસ્ત માટે જાણીતો છે. તેના ભાગ રૂપે વર્ષોથી થનારા આ રાસોત્સવમાં ભાઇઓ-બહેનોને અલગ અલગ બેઠક વ્યવસ્થા તેમજ રાસ ગરબાના રાઉન્ડ પણ અલગ અલગ રાખવામાં આવે છે. તથા માતાજીના ગરબા રમતી વખતે બુટ ચપ્પલ ઉતારી માતાજીની આરાધના સાથે ગરબા ધુમે છે. કલ્પેશભાઇ ચૌહાણના રિધમ ઓકેસ્ટ્રાના સથવારે જીતભાઇ કેશવાલા, હર્ષાબેન ચૌહાણ,
રાકેશભાઈ ડાભી તથા લીલુબેન કેશવાલા દ્વારા માતાજીના ગરબાના તાલે ખેલૈયાઓ જુમી ઉઠયા હતા.
નવલા નોરતાના પ્રથમ દિવસે સમાપન સાથે નિર્ણાયકો દ્વારા કપરી કામગીરી દ્વારા બાળ વિભાગમાંથી ૨૦, યુવા વર્ગમાંથી ૧૦ તથા મેરીડ વિભાગમાં ૧૦ શ્રેષ્ઠ ખેલૈયાઓને પસંદ કરી આમંત્રીત મહેમાનો તેમજ દાતાશ્રીઓ તથા કાર્યકર્તાઓના હસ્તે શિલ્ડ સાથે મોમેન્ટો આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર નવરાત્રી રાસોત્સવનું સંસ્થાની યુ-ટ્યુબ ચેનલ અને ફેસબુક તથા રાજભા જેઠવા ના સહકારથી જીટીપીએલ ચેનલ નંબર ૯૮૮ પર લાઇવ પ્રસારણ કરવામાં આવી રહયું છે. નવલા નોરતાના પ્રથમ દિવસ ખેલૈયાઓ પુરા જોશ સાથે માતાજીના ગરબા રમ્યા હતા તેમજ બહોળી સંખ્યા જ્ઞાતિજનો જોડાએલા હતા.C
આમ, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આયોજિત નવરાત્રી રાસોત્સવ-૨૦૨૩ના આયોજનમાં સંસ્થાના પ્રમુખ વિમલજીભાઇ ઓડેદરા તથા મહામંત્રીઓ બચુભાઇ આંત્રોલીયા તથા જીતેન્દ્રભાઇ વદરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઉપપ્રમુખ તથા નવરાત્રી સમિતિના અધ્યક્ષ અરજનભાઈ ખીસ્તરીયા, ઉપપ્રમુખ તથા સહ-અધ્યક્ષ નવઘણભાઇ મોઢવાડિયા તેમજ સાથી ઉપપ્રમુખઓ લાખાભાઇ કેશવાલા, વજશીભાઇ (કારાભાઇ) કેશવાલા, અરશીભાઇ ખુંટી, રામભાઇ એમ. ઓડેદરા તથા કોષાધ્યક્ષ આલાભાઇ ઓડેદરા, નવરાત્રી રાસોત્સવના કન્વીનર ભાઇઓ જયેન્દ્રભાઇ ખુંટી તથા પૃથ્વીપાલભાઇ વિસાણા તેમજ નવરાત્રી રાસોત્સવ સમિતિ મહેર મહિલા વિકાસ મંડળના બહેનો સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે.


