પોરબંદર ના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય યુવાનને ચક્કર આવતા બેભાન થઈ ગયો હતો. અને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. હદયરોગના હુમલાના કારણે યુવાન નું મોત થયું હોવાનું સિવિલ હોસ્પિટલ ના તબીબો એ પ્રાથમિક તારણ આપ્યું હતું.
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી યુવાનો માં હાર્ટ એટેક ના બનાવ વધી રહ્યા છે કેટલાક યુવાનો ના તો મોત પણ થયા છે. ત્યારે ઝુરીબાગ વિસ્તારમાં રહેતા જયેશ દેવજીભાઈ બામણિયા(ઉવ ૧૮) નામના યુવાનને છેલ્લા બે દિવસથી ગૂમડું થયું હોવાથી તાવ આવી રહ્યો હતો. જેથી તેણે ગુમડાની દવા પણ લીધી હતી. આજે સવારે જયેશે ઉઠી ને નાસ્તો કર્યો હતો. અને ત્યારબાદ અચાનક તે પડી ગયો હતો અને બેભાન થઈ ગયો હતો. જેથી તેના પરિવારજનો એ સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. હોસ્પિટલ ખાતે જયેશ ને સી.પી.આર પણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં તેનો જીવ બચી શક્યો ન હતો.
જયેશ ખાનગી કોલેજ માં પ્રથમ વર્ષ માં અભ્યાસ કરે છે. અને તેના પિતા ટ્રક ડ્રાઈવર છે. બનાવ ને લઇ ને પરિવારજનો માં શોક નું મોજું ફરી વળ્યું હતું. પ્રાથમિક રીતે જયેશ નું મોત હાર્ટએટેક ના કારણે થયું હોવાનું તારણ તબીબો એ કાઢ્યું છે. તેમ છતાં મોત નું સાચું કારણ પીએમ બાદ જ આવી સકે તેવું પણ જણાવ્યું છે.