ઝારેરા ગામના ખેડૂત પુત્ર દિલીપભાઈ સાત વર્ષ પહેલા સીઆરપીએફ માં જોડાયા અને ત્યારબાદ તેઓ હાલમાં કોબ્રા કમાન્ડો તરીકે ઓરિસ્સામાં ફરજ બજાવતા હતા તે દરમિયાન માતૃભૂમિ ની રક્ષા કાજે શહિદ થયા હતા. આ શહીદ જવાન પોરબંદર જિલ્લાના સીમર ગામની શ્રી શારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ ના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને પહેલેથી જ દેશપ્રેમી અને દેશ પ્રત્યે કંઈક કરવાની ભાવના ધરાવતા હતા. ઝારેરા ગામના ખેડૂત ગોવાભાઇના પુત્ર આજથી આશરે સાત વર્ષ પૂર્વે આર્મી ની કઠિન ટ્રેનિંગ પાસ કરી ભારતીય લશ્કરમાં સીઆરપીએફ માં જોડાયા હતા. અને તેમને કોબ્રા કમાન્ડો તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.
તેમના કુટુંબમાં બે ભાઈઓમાં નાના ભાઈ તેવા સીર દિલીપભાઈ ગોવાભાઇ ઓડિશા ખાતે તેમની ફરજ પર હતા તે દરમિયાન તેઓ માતૃભૂમિ માટે શહીદ થયા. આ સમાચાર મળતા શાળાના સમગ્ર પરિવારમાં શોકની લાગણી વ્યાપી ચૂકી અને માતૃભૂમિને ખાતર પોતાના પ્રાણન્યોછાવર કરનાર આ કોબ્રા કમાન્ડો ને શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલ સીમર ના સમગ્ર શાળા પરિવાર અને સીમર ગામના સરપંચ દ્વારા આજરોજ પુષ્પ અને દીપથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર દ્વારા બે મિનિટ ઊભા રહી મોન રાખવામાં આવ્યું ત્યારે બાદ આ વીર જવાનને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી. શાળા પરિવારે તેમના પરિવારને આ કપરી પરિસ્થિતિને પહોંચી વળવા ઈશ્વર શક્તિ આપે તેવી પણ પ્રાર્થના કરી હતી. વિદ્યાર્થીઓમાં દેશ દાઝ જાગે અને આપડા વીર સપૂતો પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ થાય તે હેતુ થી આ શાળાના વિદ્યાર્થી એવા શહિદ વીરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.