રાણાવાવ ની સરકારી વિનયન કોલેજ ના 10 વિદ્યાર્થીઓ એ વંથલી ખાતે આયોજિત નેશનલ કોન્ફરન્સ માં સંશોધન પેપર રજુ કરતા બિરદાવવામાં આવ્યા છે.
સરકારી વિનયન કોલેજ, રાણાવાવના સેમ-3 અને 5ના કુલ 10 વિદ્યાર્થીઓ દ્વારા તા.20-08-2023ના રોજ વંથલી મુકામે યોજાયેલ નેશનલ કોંફરન્સમાં સંશોધન પેપર રજૂ કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય ડો. કે. કે.બુદ્ધભટ્ટી ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓની સંશોધન પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. કોલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. મયુર વી. ભમ્મર ના માર્ગદર્શન હેઠળ કુલ 8 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી વિભાગના અધ્યાપક ડો. દર્શિતા ટાંકના માર્ગદર્શન હેઠળ 2 વિદ્યાર્થીઓએ નેશનલ કોંફરન્સમાં પોતાના સંશોધન પેપરો રજૂ કર્યા હતા.
પર્વ લાલકીયા, મયુર વરુ, અનુરાગ ઢાંકેચા, નેહા ખરા, દિવ્યા વાસણ, રમા ગોવિંદવીરા, કુંજન દુધરેજીયા, દિવ્યા શિયાણી, નિરાલી છાયા અને મનીષા ચાવડા દ્વારા પર્યાવરણ સંબંધિત સંશોધન પેપરો રજૂ કરવામાં આવ્યા હતા. કોલેજના આચાર્ય ડો. કે. કે. બુદ્ધભટ્ટી દ્વારા નાની ઉંમરમાં વિદ્યાર્થીઓની સંશોધન અભિમુખતાને બિરદાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક અધ્યાપકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોલેજના સમગ્ર અધ્યાપક સ્ટાફે વિદ્યાર્થીઓની સિદ્ધિને ઉત્સાહથી વધાવી ભવિષ્યમાં સંશોધન ક્ષેત્રે પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

