પોરબંદર
સમગ્ર શિક્ષા –ગાંધીનગર અને પોરબંદર પ્રેરીત તેમજ બી.આર.સી.ભવન-પોરબંદર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી-પોરબંદર આયોજિત તાલુકા કક્ષા પુસ્તક વાંચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્ટેટ પ્રોજેકટ કચેરી,સમગ્ર શિક્ષા,ગુજરાત દ્વારા આયોજિત રાજયની સરકારી ઉચ્ચ પ્રાથમિક ( ધોરણ ૬ થી ૮) શાળાઓ તેમજ સરકારી માધ્યમિક (ધોરણ-૯) અને ઉચ્ચતર માધ્યમિક (ધોરણ ૧૧) શાળાઓના વિધાર્થીઓ માટેની શાળા કક્ષાથી રાજય કક્ષા સુધીની ધોરણવાર પુસ્તક વાચક સ્પર્ધા નું આયોજન કરવામા આવેલ હતું.
તાલુકા પ્રાથિમક શિક્ષણાધિકારી રમેશભાઈ હિંસુ અને શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન –પોરબંદર ના લાયઝન અને લેકચરર યુ.ડી.મહેતા તેમજ બી.આર.સી.કો.ઓર્ડિનેટર પરેશકુમાર ડી.પુરૂષનાણી,કેળવણી નિરિક્ષક ઓડેદરા મુળુભાઈ તથા વત્સલભાઈ દવે એ નિર્ણાયક તરીકેની ઉમદા ભૂમિકા ભજવેલ હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંધ ના પ્રમુખ ભરતભાઈ વાઢેર એ પ્રેરક હાજરી આપી હતી.તેમજ આપેલ ઈનામમાં તાલુકા સંધ તરફથી ૫૦ % રકમ નું યોગદાન પણ આપેલ છે.જે બદલ તાલુકાના તમામ શિક્ષકો તરફથી તેમનો આભાર વ્યકત કરવામાં આવ્યો.પુસ્તક વાંચક સ્પર્ધા માં ભાગ લીધેલ તમામ વિધાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર પ્રોત્સાહિત ઇનામ તરીકે આપવા માં આવેલ છે.તેમજ તમામ વિધાર્થીઓએ અને માર્ગદર્શક શિક્ષકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બી.આર.સી.કો.ઓર્ડિનેટર પરેશકુમાર ડી.પુરૂષનાણી કરવામાં આવેલ તથા સી.આર.સી.કો.ઓ.બોખીરા હરેશભાઇ જોષી,સી.આર.સી.કો.ઓ.,દેગામ અલ્પેશભાઈ ભૂત,સી.આર.સી.કો.ઓ.ટુકડા મિયાણી કિશોરભાઈ થાનકી અને બી.આર.સી.પ્રજ્ઞા ના કો.ઓર્ડિનેટર ચિરાગભાઈ જોષી તથા બ્લોક સ્ટાફ દ્રારા ખૂબ જહેમત ઉઠાવી હતી.